________________
૬૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
અબાધાકાળ પૂરો થતાં કર્મલિકેની નિષેકરચના થાય છે; અને તે અનુસાર કર્મલિકે વિપાક આપે છે.
નિષેકરચના–કમ આ પ્રમાણે છે. પ્રથમ સમયમાં વિપાક આપનાર દલિકે ઝાઝા ગેઠવાય છે, અને પછી પછીના સમયમાં વિપાક આપનાર દલિકે અનુક્રમે ક્રમશઃ ન્યૂન ન્યૂનતર થતા જાય છે. અનુભાગ-રશ્નબંધ:
અનુભવ, અનુભાવ, અનુભાગ, રસ, વિપાક આદિ કર્મના ફળના પરિણામના–અનુભવના પર્યાય માત્ર છે. કર્મ બાંધતી વખતે જીવમાં જે કષાય અને તેના ભાવે વર્તે છે તે સ્થિતિબંધનું કારણ છે, કષાયના પરિણમનની પરંપરા અર્થાત્ જીવના અધ્યવસાય અર્થાત્ લેશ્યા અનુભાગ બંધનું કારણ છે, જ્યારે વેગ યા પ્રવૃત્તિ અર્થાત્ જીવના આતમ પ્રદેશની ચંચળતા યા પરિસ્પંદન પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું કારણ છે.
લેશ્યા છ પ્રકારની છે. (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપત, (૪) તેજ, (૫) પદ્ધ અને (૬) શુકલ, આત્માના શુભ અશુભ અધ્યવસાયને સમજવા જુદા જુદા રંગની ઉપમા આપેલી છે. આત્મ પરિણામ શુકલતેશ્યામય હોય તે શુભ અધિકતમરસ, પલેશ્યામય હોય તે શુભ અધિક્તરસ, તેલશ્યામય હોય તે શુભ અધિકરસ, કાપોતલેશ્યામય હોય તે અશુભ અધિકરસ, નીલલેશ્યામય હોય તે અશુભ અધિકતરરસ, અને કૃષ્ણલેશ્યા હોય તે અશુભ અધિકતમરસ બંધાય છે, કર્મ બાંધતી
૧ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૨૨ થી ૨૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com