________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૫
ન્દ્રિય છે જે સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ છે તે બધા લબ્ધિ પર્યાપ્ત છે; પરંતુ જ્યાં સુધી સ્વયેગ્ય પર્યાપ્તિ સંપૂર્ણ કરી નથી ત્યાંસુધી તેવા છ કરણ અપર્યાપ્ત ગણાય છે અને જ્યારે સ્વયેગ્ય પર્યાપ્તિ સંપૂર્ણ કરે છે ત્યારે તે જ જ કરણ પર્યાપ્ત ગણાય છે.
આમ સ્વયેગ્ય પર્યાપ્તિ સમકાલે શરૂ કરી તે પૂરી કરવાની લાયકાત ન હોવાનું નિયામક તત્વ અપર્યાપ્તનામકર્મ છે; જ્યારે તે પૂરી કરવાની લાયકાતનું નિયામક તત્વ પર્યાપ્ત નામકર્મ છે.
અનંત જીવોનું એક સાધારણ શરીર ધારણ કરવાની લાયકાત હેવાનું નિયામક તત્વ સાધારણ નામકર્મ છે; જ્યારે દરેક જીવનું જુદું જુદું શરીર ધારણ કરવાની લાયકાત હેવાનું નિયામક તત્વ પ્રત્યેક નામકર્મ છે. સાધારણ નામકર્મના કારણે અનંત જીવને દરેકને પોતાની આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંપ્રધારણ સંજ્ઞાને અનુભવ એકી સમયે સમાન રીતે કરવાનું રહે છે, જ્યારે પ્રત્યેક નામકર્મના કારણે પ્રત્યેક જીવને પિતાની ચાર સંપ્રધારણ સંજ્ઞાને અનુભવ જુદા જુદા સમયે પોતપોતાની રીતે કરવાનું રહે છે.
દાંત, હાડકાં આદિ સ્થિર અવયવને તેનાં મૂળ સ્થાને સ્થિર રાખનાર નિયામક તવ સ્થિરનામકર્મ છે; જ્યારે જીભ, આંગળાં, હાથ, પગ, આદિ અસ્થિર અવયવને તેના મૂળ સ્થાને રહી હલન-ચલન પ્રવૃત્તિ દ્વારા અસ્થિર બનવામાં નિયામક તત્વ અસ્થિરનામકર્મ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com