________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૩
મનુષ્ય અને તિય જીવને આહારપર્યાપ્તિ એક સમયની અને બાકીની પાંચ પર્યાપ્તિમાંની દરેક પર્યાપ્તિની સ્થિતિ અંતમુહૂર્તની છે; નારક, દેવ, ઉત્તરક્રિય અને ઉત્તરઆહારક શરીર ધારણ કરનાર જીવને આહારપર્યાપ્તિ એક સમયની, શરીર પર્યાપ્તિ અંતઃમુહૂર્તની અને બાકીની ચાર પર્યાપ્તિમાંની દરેક પર્યાપ્તિ એક એક સમયની હોય છે. ભગવતી સૂત્રમાં દેવને ભાષા અને મન એ દરેક પર્યાપ્તિ સમસમયી–એક સમયની ગણાવતાં પાંચ પર્યાતિવાળા પણ કહ્યા છે.
તિયચમાંના એકેન્દ્રિય જીવને પહેલી ચાર વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય ચારઈન્દ્રિય) અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જીવને એ દરેકને પહેલી પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ તેમ જ મનુષ્યને છ પર્યાપ્તિ એ પ્રમાણેની લાયકાત હોય છે. નિયમ તરીકે સંસારી દરેક જીવ પહેલી ત્રણ પર્યાપ્તિ તે પૂરી કરે જ છે, તે પછીની પર્યાપ્તિ કેટલાક જીવ પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્તા કે પર્યાપ્ત કહેવાય છે; અને જે પૂર્ણ કરી શક્તા નથી તે અપર્યાપ્તા કે અપર્યાપ્ત કહેવાય છે.
આમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ દરેકના પણ બે ભેદ છેઃ (૧) લબ્ધિ અને (૨) કરણ.
લબ્ધિ અપર્યાપ્ત જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકવા શક્તિમાન તે હોય છે, પરંતુ ન્યૂન આયુષ્યના કારણે જીવ વગ્ય પર્યાતિ પૂર્ણ કરી શકતું નથી. આવા જીવ લબ્ધિ અપર્યાપ્ત જીવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com