________________
પર ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
અવલંબીને શ્વાસે શ્વાસરૂપે લે મૂક કરવા એ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી સુખપૂર્વક જીવન અનુભવવા શ્વાસોશ્વાસ લે મૂક કરવા જીવ સમર્થ બનતાં આ પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
ભાષાપર્યાતિ : સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિવડે ભાષાવગણાના પુગલ ગ્રહણ કરી તેને વચનરૂપે પરિણુમાવી અવલંબીને વચનરૂપે લે મૂક કરવા એ ભાષાપત્યપ્તિ છે. શ્વાસે શ્વાસ પર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યાતિનો સમય અંતઃમુહૂર્તને છે. જીવ જીવનવ્યવહાર અર્થે ભાષાને ઉપયોગ કરવા સમર્થ બનતાં આ પર્યાતિ પૂરી થઈ ગણાય છે. | મન:પર્યાતિ : સાત ધાતુરૂપે પરિણાવેલ પુદગલમાંથી ઉદ્ભવતી શક્તિ વડે મને વગણના પુદ્ગલ ગ્રહણ કરી તેને મનરૂપે પરિણાવી, અવલંબીને, વિસર્જન કરવાની શક્તિ વડે વિચાર, ચિંતન, મનન આદિ મને વ્યાપારમાં ઉતારવા એ મન:પર્યાપ્તિ છે. ભાષાપર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યામિને સમય અંતમુહૂર્તનો છે. સંસારી જીવ પોતાના મનવડે વિચાર, ચિંતન, મનન આદિ પ્રવૃત્તિ કરી હિતાહિત, સારાસાર, કાર્યઅકાર્યને વિવેક કરવા સમર્થ બનતાં આ પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
સંસારી જીવ નવા ઉત્પત્તિ સ્થાને પહોંચતાં જ આ છે પર્યાપ્તિનું કાર્ય એકી સમયે જ શરૂ કરે છે અને એ દરેક પર્યાતિ ક્રમાનુસાર સમાપ્ત થાય છે. આ છ પર્યાપ્તિને એકંદર સમય પણ અંતમુહૂતને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com