________________
૫૬ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
નાભિ ઉપરના પ્રશસ્ત ગણાતા અવયવની રચનાનુ નિયામક તત્ત્વ શુભનામકર્મ છે, જયારે નાભિ નીચેના અપ્રશસ્ત ગણાતા અવયવની રચનાનું નિયામક તત્ત્વ અશુભ નામકમ છે. રૂચિકર સ્વરનું નિયામક તત્ત્વ સુસ્વરનામકમ છે; જ્યારે અરૂચિકર સ્વરનું નિયામક તત્ત્વ દુઃસ્વરનામક છે.
અપકાર કરવા છતાં પ્રીતિ ઉપજાવનાર તેમજ ખેાટી રીતે વ્યાપાર કરવા છતાં લાભ અપાવનાર સૌભાગ્ય અથવા સુભગ નામકમ છે; જ્યારે ઉપકાર કરવા છતાં અપ્રીતિ ઉપજાવનાર તેમજ સાચી રીતે વ્યાપાર કરવા છતાં હાનિ ઉપજાવનાર દુઃર્ભાગ્ય અથવા દુગ નામકમ છે.
વચન સ્વીકરાવનાર અથવા માન્ય કરાવનાર આર્દ્રય નામકમ છે; વચન ન સ્વીકરાવનાર અને તેને અમાન્ય કરાવનાર અનાય નામર્સ છે.
મર્યાદિત ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ ખ્યાતિ તે યશ છે અમર્યોદિત ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ ખ્યાતિ તે કીતિ; વિશેષમાં સ્વીકારેલ કાર્યમાં સફળતા મેળવવી તે પણ યશ ગણાય છે. આવા યશ અને કીર્તિ પ્રાપ્તિ કરાવનાર યશ કીર્તિ નામકમ છે; આવા યશ અને કીર્તિ પ્રાપ્ત થવામાં બાધકતત્ત્વ અપયશકીર્તિ અથવા અયશ:કીર્તિ નામકમ છે.
ગામ :૧
જીવના કુળનું નિયામક તત્ત્વ ગેાત્રકમ છે. તેની એ ઉત્તરપ્રકૃતિ છેઃ (૧) ઉચ્ચ અને (૨) નીચ.
૧ જૂઓ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ॰ ૮, સૂત્ર ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com