________________
૫૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
લબ્ધિ પર્યાપ્ત જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તે પૂર્ણ પણ કરી શકે છે. આવા જીવ લબ્ધિપર્યાપ્ત છે. લબ્ધિપર્યાપ્ત જીવ બે પ્રકારના છેઃ (૧) કરણપર્યાપ્ત અને (૨) કરણ અપર્યાપ્ત.
કરણપર્યાપ્ત જીવ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તેવી પર્યાપ્તિ પૂરી કર્યા પછી તે જીવ કરણપ્રર્યાપ્ત ગણાય છે; કરણઅપર્યાપ્ત જીવ સર્વગ્ય પર્યાતિ પૂર્ણ કરવા સમર્થ હોય છે. અને તેવી પર્યાતિ પૂર્ણ કરી નથી હતી તેટલા સમય પૂરતા માત્ર કરણઅપર્યાપ્ત ગણાય છે; તેજ જીવ સ્વયેગ્ય પર્યાપ્તિ પૂર્ણ થતાં કરણપર્યાપ્ત બને છે.
દરેક સંસારી જીવ આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ અને ઈન્દ્રિયપર્યાપ્તિ એ ત્રણ પર્યાપ્તિ તે સંપૂર્ણતઃ પૂર્ણ કરે જ છે. કારણ કે કેઈપણ સંસારી જીવનું આયુષ્ય ગમે તેટલું ન્યૂન હોય તો પણ તે ત્રણ પર્યાપ્તિ પૂરી થયા પહેલાં પૂરું થતું નથી. એકેન્દ્રિય જીવ થી શ્વાસે શ્વાસ પર્યાપ્તિ પૂરી કર્યા વિના આયુષ્ય પૂરું કરે છે તે લબ્ધિ અપર્યાપ્ત ગણાય છે. વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપિત એ છે કે તેમાંથી બીજી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરે તો તે પણ લબ્ધિ અપર્યાપ્ત છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ શ્વાસોશ્વાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન પર્યાપ્તિ એ ત્રણ કે છેલ્લી બે કે છેલ્લી એક પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના આયુષ્ય પૂર્ણ કરે તો તે પણ લબ્ધિ અપર્યાપ્ત
છે, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com