________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૫૧
એકીસાથે શરૂ થઈ જાય છે; આમ આહારપર્યાપ્તિ બાકીની પાંચ પર્યાપ્તિની જનક છે.
શરીર૫ર્યાપ્તિ: આહારપર્યાપ્તિ તરીકે ગ્રહણ કરેલ પુદગલમાંથી ખલ-અસાર યુગલને ત્યાગી બીજ સાર પુદગલને (ચામડી, લેહી, માંસ, મજા-નસ, હાડકાં, ચરબી અને શુક્ર વીર્ય) તેજસ શરીરના કારણે ધાતુરૂપે પરિણુમાવી શરીર નામકર્મ અનુસાર તેને દેહ રચનામાં રૂપાંતર કરવાં એ શરીર પર્યાપ્તિ છે. આહારપર્યાપ્તિ પૂરી થાય પછી આ પર્યાપ્તિને સમય અંતઃમુહૂર્તને હોય છે. ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર જીવનું આ રીતે ઘડાએલ શરીર ગતિ જાતિ યોગ્ય જીવન પ્રવૃત્તિ ચલાવવા સમર્થ બનતાં જીવને શરીર પર્યાપ્તિ પૂરી થઈ ગણાય છે.
ઈન્દ્રિય પર્યાપ્તિ: સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઈન્દ્રિય ગ્ય પુદ્ગલગ્રહણ કરી ગતિ, જાતિ, આદિ નામકર્મ અનુસાર દેહની ઈન્દ્રિય રચના કરવામાં તેને રૂપાંતર કરવા અને ઈન્દ્રિય રચના કરવી એ ઈન્દ્રિય પર્યાપ્તિ છે. શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી આ પર્યાપ્તિને સમય અંતમુહૂર્ત છે. ઈન્દ્રિયપર્યાપ્તિના કારણે ઈન્દ્રિયરચના પૂરી થતાં તેને ઈન્દ્રિય વડે તે તે દ્રવ્ય યા તેના વિષયને જીવ પારખવા સમર્થ બનતાં આ પર્યાતિ પૂરી થઈ ગણાય છે.
શ્વાસે શ્વાસપર્યાસિ: સાત ધાતુરૂપે પરિણુમાવેલ પુદગલમાંથી ઉદ્ધવપામતી શક્તિ વડે શ્વાસોશ્વાસ યોગ્ય અર્થાત તે વર્ગણાના પુદગલ ગ્રહણ કરી તેને શ્વાસે શ્વાસરૂપે પરિણુમાવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com