________________
૫૦ ] .
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી કાર્પણ અને તેજસ એ બે સૂમ શરીર જીવને અનાદિ હોય છે, તે કારણે પૂર્વ સ્થાને દેહ છેડીને જીવ આનુપૂર્વી, ગતિ, જાતિ આદિ નામકર્મ અનુસાર નવીન ઉત્પત્તિ સ્થાને પહોંચી સ્વજાતિ એગ્ય દેહ ધારણ કરવા પુદ્ગલગ્રહણરૂપ આહાર તેને હોય છે. આ આહારના પુદ્ગલેમાં જે પરિણામ પામવાની શક્તિ રહેલી છે તેજ પુગલ અને પુદગલની પરિણમન શક્તિ એ બંને પર્યાપ્ત છે. આમ જોતાં પર્યાપ્તિનું મૂળ-અંતરંગ કારણ કામણગ અથવા કામણુશરીર છે; જ્યારે બાહ્ય કારણ પુદગલગ્રહણ છે; તેમજ તે પુદગલમાં રહેલ પરિણમન શક્તિ અને તેને ઉપયોગમાં લઈ મૂકવાની જીવની શક્તિ એ સર્વને પુગલમાં સમાવેશ ગણી લેવાનું રહે છે. સંક્ષેપમાં કહીએ તે પતિને અર્થ શક્તિ છે; પર્યાપ્તિ ૬. છેઃ (૧) આહાર, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) શ્વાસ, (૫) ભાષા અને (૬) મન.
આહારપર્યાપ્તિ : પૂર્વ સ્થાને પિતાનો દેહ છડી પોતાની નવી આનુપૂર્વી, ગતિ, જાતિ આદિ નામકર્મરૂપ કામણ શરીર અનુસાર નવીન ઉત્પત્તિ સ્થાને પહોંચી સ્વજાતિ યોગ્ય દેહ ધારણ કરવા જીવ જે પુદ્ગલ ગ્રહણ કરે છે તે આહારપર્યાપ્તિ છે. આહારપર્યાપ્તિ પ્રાયઃ નવીન ઉત્પત્તિ સ્થાને હોય છે. આ આહારપર્યાપ્તિ ઉત્પત્તિ સ્થાનમાં રહેલ પુદગલની જ જીવને હોય છે.
આહારપર્યાપ્તિ સર્વ જીવોને એક સમયની હોય છે અને તે સાથે જ તેના પરિણમનરૂપે બાકીની પાંચ પર્યાપ્તિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com