________________
૪૮ ]
પૂ પન્યાસજી શ્રીમણિવિજયજી (૧૩) આનુપૂર્વી– ૪ દેવાનુપૂવ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુ
પૂર્વીનારકાનુપૂર્વી. (૧૪) વિહાગતિ-૨ શુભ, અશુભ. ૧૪
૭૫ નામકર્મની આઠ પ્રત્યેક પ્રકૃતિ આ પ્રમાણે છેઃ (૧) અગુરુલઘુ, (૨) ઉપઘાત, (૩) પરાઘાત, (૪) આત૫, (૫) ઉદ્યોત, (૬) શ્વાસોશ્વાસ, (૭) નિર્માણ અને (૮) તીર્થંકર.
નહિ અતિ ભારે અને નહિ હલકે એ આત્મા અથવા જીવને સમ પરિણામ એનું કારણ અગુરુલઘુનામકર્મ છે. ચેર=દાંત, રસેલી, વધારે આંગળાં કે ઓછા આંગળા આદિ જીવને અડચણ કરનાર અવયવેનું કારણ ઉપઘાતનામકર્મ છે. પિતાની હાજરી અથવા વચનથી બલવાન બીજાના પર પ્રભાવ પાડી વર્ચસ્વ જમાવી શકવાનું કારણ પરાઘાતનામકર્મ છે. ઠંડા દેહમાં ઉણુ પ્રકાશનું કારણ અથવા તેનું નિયામક આતપ નામકર્મ છે. ઉsણ દેહમાં શીત તત્ત્વનું કારણ અને તેનું નિયામક ઉદ્યોત નામકર્મ છે. જીવને શ્વાસે શ્વાસ લેવામાં નિમિત્ત અને નિયામક શ્વાસોશ્વાસ નામકર્મ છે. જીવને તેની ગતિ અનુસાર તેના દેહમાં યથાસ્થાને અંગોપાંગની રચના થવામાં નિમિત્ત અને નિયામક નિર્માણનામકર્મ . ધર્મ અથવા પ્રવચનરૂપ તેમજ ચતુર્વિધ સંઘરૂપ એમ બન્ને પ્રકારે તીર્થ પ્રવર્તાવવાનું નિમિત્ત અને નિયામક તીર્થંકર નામકર્મ છે. તીર્થંકર નામકર્મના કારણે કેવલજ્ઞાન થતાં તીર્થકર આઠ પ્રાતિહાર્ય સહિત સમવસરણમાં બેસી ભવ્ય જીને ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com