________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૭ પરિણામ અને લક્ષ્યાવાળો હોય છે, ત્યારે તેને નિકાચિત કર્મબંધ થતાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ ચારે બંધ એકી સમયે થાય છે. કર્મ બાંધતી વખતે જીવ કષાયના મંદ પરિણામ અને વેશ્યાવાળો હોય છે, ત્યારે તેને અનિકાચિત કર્મબંધ થતાં માત્ર પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય છે; સ્થિતિ અને રસબંધ માટે કષાયના તેવા પરિણામ અને લશ્યાની પણ તે પ્રકારની સ્થિતિ અનુક્રમે આવશ્યક હેય તે તે સમયે જીવમાં ન હોઈ મુલતવી રહે છે, તદનુસાર યોગ્ય કષાય અને લેશ્યા આવી મળતાં આ અનિકાચિત કર્મબંધ નિકાચિત બનતાં તેમાં સ્થિતિ અને રસ એ બન્ને બંધ નિર્માણ થાય છે. તેમ ન બને અને જીવના પરિણામ અને અધ્યવસાય બદલાઈ જાય તો વ્રત, નિયમ, તપ, ધ્યાન આદિદ્વારા પ્રદેશ અને પ્રકૃતિબંધદ્વારા બંધાએલ અનિકાચિત કર્મની નિર્જર પણ થઈ જાય છે.
સ્થિતિ બે પ્રકારની છે. (૧) ઉદયકાલ અને (૨) અનુદયકાલ. કર્મનાં ફલ આપવાની શરૂઆતથી તેના પરિણામને પૂરેપૂરે અનુભવ કરવા સુધીનો કાળ ઉદયકાળ છે. કર્મ પ્રકૃતિ અને પ્રદેશથી બંધાવાની શરૂઆતથી કર્મ ફળ આપવાની શરૂઆત કરે ત્યાં સુધી અનુદયકાળ છે.
નિમિત્તના કારણે જીવમાં કષાય ઉદ્ભવે છે. આ નિમિત્તમાં જે પ્રમાણમાં તરતમતા હોય છે, તે પ્રમાણમાં જીવના અધ્યવસાયમાં પણ તરતમતા રહે છે. આ તરતમતા સ્થિતિબંધનું કારણ બને છે. કાષાયીક ભાવમાં જીવની તલ્લીનતા એ વેશ્યા છે. આ તલીનતાના કારણે સાચી ખોટી વિચારણા અને તેમાં થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com