________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૪૧
પિંડ પ્રકૃતિ ચૌદ છેઃ (૧) ગતિ, (૨) જાતિ, (૩) શરીર, (૪) અંગે પાંગ, (૫) બંધન, (૬) સંઘાત, (૭) સંહનન, (૮) સંસ્થાન, (૯) વર્ણ, (૧૦) રસ, (૧૧) ગંધ, (૧૨) સ્પર્શ, (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાગતિ.
ગતિ ચાર પ્રકારની છેઃ (૧) નારક, (૨) તિર્યંચ, (૩) મનુષ્ય અને (૪) દેવ. આ ચાર ગતિમાંની ગમે તે એક ગતિમાં ઉત્પન્ન કરાવનાર કર્મ એ ગતિનામ કર્મ છે.
જાતિ પાંચ પ્રકારની છેઃ (૧) એકેન્દ્રિય, (૨) બે ઈન્દ્રિય, (૩) ત્રણ ઈન્દ્રિય, (૪) ચારઈન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. જીવને પાંચ જાતિમાંની ગમે તે એક જાતિ પ્રાપ્ત કરાવનાર જાતિનામ કર્મ છે. જાતિ અનુસાર જીવ તે પ્રકારે ઓળખાય છે.
શરીર પાંચ છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, (૪) તેજસ અને (૫) કામણ. જીવને પ્રવૃત્તિ કરવાનું તેમજ જીવનવ્યવહાર ચલાવવાનું સાધન શરીર છે. આ પાંચ શરીરમાંના ઔદારિક અને વૈક્રિય એ બેમાંથી ગમે તે એક જીવને જન્મથી પ્રાપ્ત કરાવનાર શરીરનામ કર્મ છે.
તિર્યંચ અને મનુષ્યને જન્મથી ઔદારિક શરીર હોય છે, જ્યારે દેવ અને નારકને જન્મથી વૈક્રિય શરીર હોય છે. સંસારી જીવને જન્મથી હેતાં શરીર ઉપરાંત અનાદિ એવાં તેજસ અને કાર્મ શરીર પણ હોય છે. તિર્યંચ અને મનુષ્યને લબ્ધિદ્વારા વક્રિય શરીર અને ચૌદપૂર્વી એવા સંયત મનુષ્યને લબ્ધિદ્વારા આહારકશરીર પણ હોઈ શકે છે.
ઔદારિક શરીર અસંખ્યાત સ્થલ પદગલસ્કોનું બનેલું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com