________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૪૫
સંસ્થાન નામકર્મ છે. સંસ્થાન છે છેઃ (૧) સમચતુરસ, (૨) ન્યુધ-પરિમંડળ, (૩) સાદિ, (૪) કુજ, (૫) વામન, અને (૬) હુંડક. ચારે બાજુના સરખા અંતરવાળું સમચતુરસ સંસ્થાન છેઃ (૧) જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, (૨) ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, (૩) બને ઢીંચણ વચ્ચેનું અને (૪) પલાંઠીના આસનથી નાસિકા સુધીનું. આ ચારે પ્રકારનાં અંતરનાં માપ સમાન હોય તે સમચતુરસ સંસ્થાન છે. વડના ઝાડની માફક નાભિ ઉપરનાં અંગે ભરાવદાર અને નાભિ નીચેનાં અંગે ભરાવદાર નહિ એવી શરીર રચના ન્યોધ પરિમંડળ સંસ્થાન છે. નાભિ ઉપરનાં અંગે પ્રશસ્ત દેખાવનાં અને નાભિ નીચેનાં અંગે અપ્રશસ્ત દેખાવનાં એવી શરીર રચના સાદિ સંસ્થાન છે. હાથ, પગ, મસ્તક અને ગ્રીવા (ડેક) સુલક્ષણ હોય અને હૃદય પેટ હીન હોય તે કુજ સંસ્થાન છે. હદય તથા પેટ સુલક્ષણ અને હાથ, પગ, શિર, અને ગ્રીવા કુલક્ષણ હેય તે વામન સંસ્થાન છે અને અપ્રશસ્ત કુરૂપ અંગ ઉપાંગવાળી તેમજ ઢંગધડા વિનાની શરીર રચના હુંડક સંસ્થાન છે.
શરીર, અંગ, ઉપાંગ, અંગે પાંગ આદિ પ્રત્યેકના વર્ણન કારણરૂપ વર્ણનામકર્મ છે. વર્ણ પાંચ છે. (૧) લાલ, (૨) પીળો, (૩) સફેદ, (૪) નીલ અને (૫) શ્યામ.
શરીર, અંગ, ઉપાંગ અને અંગોપાંગ આદિ પ્રત્યેકના રસના કારણ રૂ૫ રસનામકર્મ છે, રસ પાંચ છે. (૧) મીઠો ખારે, (૨) ખાટે, (૩) ત્રે-કપાયેલો, (૪) કડવો અને (૫) તીખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com