________________
૭૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જીવને રખડાવનાર છે; પરંતુ તેની હયાતીમાં જીવ સમ્યગદર્શન ઉપરાંત ગૃહસ્થનાં એકથી માંડીને બાર વત, અન્ય નિયમ, પચ્ચખાણ તેમજ પાંચ મહાવ્રત આદિ આચરી શકે છે, પરંતુ તેમાં અનેક ખેલનો ઉદ્ભવે છે. સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ જીવને સંસારમાં અલ્પ સમય રખડાવનાર છે; તેની હયાતીમાં જીવ પાંચ મહાવ્રત લઈ શકે છે, જાગૃતિ રાખી તેનું પાલન પણ કરે છે, છતાં તેમાં સૂક્ષ્મ ખલન રહ્યા કરે છે; આમ હોવાથી સંજવલન કષાય યથાયાતચારિત્રને બાધક છે.
કષાયને ઉદ્દીપન કરનાર એવા નવ નેકષાય છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શેક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસકવેદ. જીવમાં હાસ્ય ઉત્પન્ન કરનાર કરાવનાર હાસ્યમેહનીય કર્મ છે. જીવને ઈષ્ટની પ્રાપ્તિ અને પૌદ્ગલિક પદાર્થ અને વિષય પર પ્રીતિ કરનાર કરાવનાર રતિ મેહનીય કર્મ છે. ઈષ્ટની અપ્રાપ્તિ અને અનિષ્ટની પ્રાપ્તિના કારણે તે, પદાર્થ અને વિષય પર અપ્રીતિ કરનાર કરાવનાર અરતિ મેહનીય કર્મ છે. જીવમાં શેક ઉત્પન્ન કરનાર કરાવનાર શોકમેહનીય કર્મ છે. જીવમાં ભય ઉત્પન્ન કરનાર કરાવનાર ભયમેહનીય કર્મ છે. જીવમાં સૂગ ઉત્પન્ન કરનાર કરાવનાર જુગુપ્સામેહનીય કર્મ છે. જીવનમાં પુરૂષ સંસ્કાર અને સ્ત્રી સંસર્ગની લાલસા કરનાર કરાવનાર પુરૂષવેદમોહનીય કર્મ છે. જીવમાં સ્ત્રીસંસ્કાર અને પુરૂષ સંસર્ગની લાલસા કરનાર કરાવનાર સ્ત્રીવેદમેહનીય કર્મ છે. જીવમાં સ્ત્રી અને પુરૂષ એ બેયના સંસ્કાર અને બેયના સંસર્ગની લાલસા કરનાર કરાવનાર નપુંસકવેદમેહનીય કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com