________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૯
કર્મના રસને માત્ર વિનિમય થાય છે એટલે કર્મનાં પરિણામ તો જીવ તે પ્રકારે અનુભવે છે, પણ તેમાં માત્ર એટલે જ ફરક પડે છે કે જીવને તેની ખબર પડી શકે તેમ બનતું નથી. ગુણ સંક્રમણ દ્વારા કર્મને રસ ન્યૂનાધિક થાય છતાં કર્મના વિપાક તો જીવને અનુભવાતા હોય છે. આમ જીવ કર્મની સ્થિતિ અને રસ ન્યૂનાધિક કરી શકે છે; છતાં જીવને પ્રદેશથી તે કમ પૂરેપૂરાં ભેગવવાં જ રહે છે. સંસારી જીવને કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી.
જીવ કમ વિપાક સમયે જે સમજપૂર્વક રાગ-દ્વેષ દૂર કરી આસક્તિ તજી સમભાવથી તે ભેગવે છે તે તેનાં જુનાં કમ ભગવાઈ જતાં તે છૂટાં થઈ જાય છે અને તેને નવીન કર્મબંધન નિરસ હોય છે. જીવ કર્મવિપાક સમયે જાયેઅજાણ્યે પણ સમતા ન રાખે, કષાય કરે, અધ્યવસાયનું પરિ. સુમન કર્યા કરે તે જુનાં કર્મ અનુભવાતાં તે તો છૂટાં થઈ જાય છે; પરંતુ તે સાથે જીવ નવાં પાપકર્મનું બંધન કરતે જ રહે છે. જીવની સાથે કર્મબંધનની પરંપરાનું આ જ કારણ છે. આ પરથી શીખવાનું એટલું જ છે કે જીવન એવું ઘડવું કે જેથી નવીન કર્મબંધ ન થાય કે અ૫ થાય.
કર્મબંધના ચાર પ્રકાર છે. (૧) પ્રદેશબંધ, (૨) પ્રકૃતિ બંધ, (૩) સ્થિતિબંધ અને (૪) રસબંધ.
પ્રદેશ બંધ: જીવના આત્મપ્રદેશની ચંચળતા અથવા સ્પંદન એ ચુંગ ૧ જૂઓ તસ્વાર્થાધિગમસત્ર અ૦ ૮, સૂત્ર ૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com