________________
૨૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
તદ્રુપતા પણ લેડ્યા છે. આ પ્રકારની વેશ્યા રસબંધનું નિમિત્ત બને છે. રસના ત્રણ પ્રકાર છે, (૧) તીવ્ર (૨) મધ્યમ અને (૩) મંદ. તીવ્ર અધ્યવસાય તીવ્ર રસનું, મધ્યમ અધ્યવસાય મધ્યમ રસનું અને મંદ અધ્યવસાય મંદ રસનું નિર્માણ કરે છે.
નિકાચિતબંધના સ્થિતિ અને રસ નિર્માણ થઈ ગયા હોવા છતાં, તેમાં પણ પરિવર્તન શક્ય બને છે, જીવ જુદા જુદા પ્રકારની ક્રિયા દ્વારા તેમ કરી શકે છે. અપવર્તન અને ઉદવર્તન એ બે ક્રિયા દ્વારા નિર્માણ થએલ સ્થિતિબંધમાં ફેરફાર થાય છે. જીવ કર્મની દૂર રહેલ સ્થિતિને અપવર્તન કિયાદ્વારા નજીક લાવી શકે છે, તેમ જ કમની પાસે આવી ગએલ સ્થિતિને ઉદ્દવર્તન ક્રિયા દ્વારા ફર પણ ઠેલી શકે છે. ગુણસંક્રમણ ક્રિયા દ્વારા જીવ નિર્માણ થએલ રસમાં પાપ-પુણ્યમાં પરસ્પર વિનિમયદ્વારા તેમાં ન્યૂનાવિક્તા કરી શકે છે. જીવ સમયોત્તર ગુણસંક્રમણ પ્રક્રિયાદ્વારા પુણ્યને રસ પાપમાં અને પાપને રસ પુણ્યમાં એમ અરસ-પરસ વિનિમય–બદલે કરતો રહે છેઆ પ્રકારનું સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રકૃતિમાં થઈ શકે છે, પરંતુ વિજાતીય ઉત્તર પકૃતિ કે વિજાતીય મૂળ પ્રકૃતિમાં આવું સંક્રમણ થતું નથી.
પોતે બાંધેલ કર્મના વિપાકરૂપે ફળ ભોગવ્યા વિના જીવને છૂટકે જ હેત નથી, પરંતુ તેમાં તેમાં તે એટલો ફેરફાર કરી શકે છે કે પાસે આવેલ સ્થિતિને દૂર અને દૂરની સ્થિતિને પાસે લાવી શકે છે. આમ કરવા છતાં જીવને કર્મના વિપાકરસ-અનુભવ તે કરવાને જ રહે છે. ગુણસંક્રમણકારા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com