________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૩
અઢીઢાપમાંના માત્ર સંજ્ઞી જીવેાના મનના પર્યાયાનુ જીવતે થતું જ્ઞાન મન:પર્યાયજ્ઞાન છે. સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયાનું આત્મ સાક્ષાત્કારદ્વારા જીવને થતુ જ્ઞાન કેવલજ્ઞાન છે. મતિ અને શ્રુત એ એ જ્ઞાનથી જીવ રૂપી અરૂપી સવ પદાર્થો જાણી શકે છે, પરંતુ તેના મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. અવધિજ્ઞાનથી જીવ સવરૂપી પદાર્થ જાણી શકે છે, પરંતુ તેના મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. મન:પર્યાયજ્ઞાનથી સજ્ઞીજીવના મનમાં ચિંતિત પદાથ યા વિષયને જીવ જાણી શકે છે, પરંતુ તેના પણ મર્યાદિત પર્યાય માત્ર જાણી શકે છે. અવિધ અને મન:પર્યાય એ એ જ્ઞાનથી અરૂપી પદાથ જાણી શકાતા નથી. આ ચાર જ્ઞાન જીવને જ્ઞાનાપયેાગ મૂકે ત્યારેજ થઇ શકે છે; જ્ઞાનાપયેગ મૂકતાં પહેલાં મનઃપર્યાયજ્ઞાન સિવાયના ત્રણ જ્ઞાનમાં દર્શનાપયેાગ આવી જાય છે. દશનાપયેાગ થયા પછી જ્ઞાનેાપયેગ હોઈ શકે છે. આત્મ સાક્ષાત્કાર દ્વારા રૂપી અરૂપી સર્વ પદાર્થ અને એ દરેકના સપાઁયાનું જીવને થતુ જ્ઞાન કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાનીને સમર્ચાત્તર જ્ઞાનાપયેાગ અને દર્શનેાપયેાગ હોય છે.
મતિજ્ઞાનાવરણ મતિજ્ઞાનને, શ્રુતજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનને, અવધિજ્ઞાનાવરણુ અવધિજ્ઞાનને, મનઃપર્યાયજ્ઞાનાવરણુ મનઃપર્યાયજ્ઞાનને અને કેવલજ્ઞાનાવરણ કેવલજ્ઞાનને આવરે છે-રાકે છે. જ્ઞાનાવરણુકમ આત્માના મૂળભૂત ગુણુ જ્ઞાનને અંતરાય કરનારૂં છે. દનાવરણ'
૧ જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સુત્ર ૮,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com