________________
૩૪]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી જે કર્મના કારણે જીવના થતા સામાન્ય જ્ઞાનમાં આવરણ આવે તે દર્શનાવરણ કર્મ છે. નામ, જાતિ, ગુણ અને ક્રિયા એ ચાર વિશેષ વિનાનું થતું જ્ઞાન એ સામાન્ય જ્ઞાન, દર્શનના કારણે વસ્તુ યા વિષયને સામાન્ય પરિચય થાય છે. દર્શનાવરણની નવ ઉત્તર પ્રકૃતિ છે. (૧) ચક્ષુદર્શનાવરણ (૨) અચક્ષુદર્શનાવરણ (૩) અવધિદર્શનાવરણ (૪) કેવલદર્શનાવરણ (૫) નિદ્રા, (૬) નિદ્રાનિદ્રા, (૭) પ્રચલા, (૮) પ્રચલા પ્રચલા અને (૯) ત્યાનદ્ધિ અથવા ત્યાનગુદ્ધિ અથવા થિણદ્ધિ.
ચક્ષુરિન્દ્રિય દ્વારા થતું વિષય યા વસ્તુનું સામાન્ય જ્ઞાન ચક્ષુદર્શન છે. ચક્ષુ સિવાયની બાકીની ચાર (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, નિદ્રય) ઈન્દ્રિય અને પાંચમું મન એ પાંચ દ્વારા થતું વિષય યા વસ્તુનું સામાન્ય જ્ઞાન અચક્ષુદર્શન છે. આત્મ સાક્ષાત્કાર દ્વારા રૂપી પદાર્થનું થતું સામાન્ય જ્ઞાન એ અવધિદર્શન છે. રૂપી અરૂપી પદાર્થોનું થતું સામાન્ય જ્ઞાન કેવલદર્શન છે.
સુખપૂર્વક ઉઠાડી શકાય તેવી નિદ્રા નિદ્રા છે. ખૂબ ઢઢળવાથી ઉઠાડી શકાય તેવી નિદ્રા નિદ્રાનિદ્રા છે. બેઠા બેઠા કે ઉભા ઉભા આવતી અને સુખપૂર્વક જગાડી શકાય તેવી નિદ્રા પ્રચલા છે. ચાલતાં ચાલતાં આવતી અને દુઃખપૂર્વક જગાડી શકાય તેવી નિદ્રા પ્રચલપ્રચલા છે. દિવસના ચિંતવેલ કાર્ય રાત્રિની ગાઢ નિદ્રામાં પણ અણજાણપણે પુરૂં કરી લેવાતી નિદ્રા શિશુદ્ધિ અથવા ત્યાનદ્ધિ છે. આ છેલી નિદ્રામાં છવા જે પ્રસંગે ઉંઘમાં કાર્ય કરે છે તે પ્રસંગે તેનામાં ઘણું બલ– પ્રતિવાસુદેવથી અર્ધ બલ હેવાનું માનવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
1