________________
૩૨ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી.
કર્મની મૂળ પ્રકૃતિ આઠ છે. (૧) જ્ઞાનવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. આ દરેક મૂળ પ્રકૃતિની અનુક્રમે પાંચ, નવ, બે, અટવીસ, ચાર, એકસે ત્રણ, બે અને પાંચ એમ આઠેય મૂળ પ્રકૃતિની (૧૫૮) એકસે અાવન ઉત્તરપ્રકૃતિ છે.
જ્ઞાનાવરણ:
જે કર્મના કારણે જીવને થતા વિશેષ જ્ઞાનમાં આવરણ આવે છે એ જ્ઞાનાવરણ કર્મ છે. નામ, જાતિ, ગુણ અને ક્રિયા એ ચાર સહિત થતું જ્ઞાન એજ વિશેષ જ્ઞાન. જ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઃ (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરથ, (૪) મનઃ પર્યાયજ્ઞાનાવરણ અને (૫) કેવલજ્ઞાનાવરણ.
પાંચ ઈદ્રિય અને મન એ છ દ્વારા શોલેખ વિનાનું વર્તમાનકાલીન વિષય યા પદાર્થનું જીવને થતું મર્યાદિત પર્યાયસહિત જ્ઞાન એ મતિજ્ઞાન છે. મતિપૂર્વક શબ્દાલેખ સહિત ત્રિકાલવિષયક વિષય યા પદાર્થનું જીવને થતું મર્યાદિત પર્યાયસહિત જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાન સ્વ અને પર એમ બનેને ઉપકારક છે; જ્યારે બાકીનાં ચાર જ્ઞાન માત્ર સ્વ ઉપકારક છે.આત્મસાક્ષાત્કાર દ્વારા માત્ર રૂપી પદાર્થનું મર્યાદિત પર્યાય સહિત જીવને થતું જ્ઞાન અવધિજ્ઞાન છે. આત્મસાક્ષાત્કાર દ્વારા
૧ જુઓ તત્વાર્થાધિગમસૂત્ર અ. ૮, સત્ર ૫. ૨ જુઓ તસ્વાથધિગમસૂત્ર અ૦ ૮, સત્ર ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com