________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૩૫
ઉપરની નવ ઉત્તર પ્રકૃતિમાંની પહેલી ચાર તે શુદ્ધ આવરણ રૂપ છે, બાકીની પાંચ તે સંસારી જીવને ભેગવવી પડતી વેદનીય સ્થિતિ એવી છે કે જે દશામાં જીવ ઉપયોગ મૂકવાની સ્થિતિમાં જ હોતું નથી, અને જ્યાં ઉપયોગ નથી ત્યાં સામાન્ય જ્ઞાન તે લભ્યજ કેમ બને ?
ચક્ષુદર્શનાવરણ ચક્ષુદર્શનને, અચક્ષુદર્શનાવરણ અચક્ષુદર્શનને, અવધિદર્શનાવરણ અવધિદર્શનને અને કેવલદર્શનાવરણ કેવલદર્શનને રોકે છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિ એ પાંચ વેદનીય રૂપ હોય તે સ્થિતિમાં જીવને ઉપયોગ શક્ય નથી તે કારણે એ દરેક આવરણરૂપ ગણાય છે. દર્શન પણ જીવના મૂળગુણ જ્ઞાનને વિભાગ ગણાય છે; એટલે દર્શનાવરણ પણ જીવન મૂળગુણનું ધાતક છે. જીવને સ્વભાવ જાણવાને છે, તે બે રીતે જાણી શકે છે. (૧) સામાન્ય રીતે અને (૨) વિશેષ રીતે. આમ હોવાથી આત્માના સામાન્ય અને વિશેષ એ બે જ્ઞાનને આવરણ કરનાર દર્શનાવરણ અને જ્ઞાનાવરણ અનુક્રમે છે. વેદનીય :
જે કર્મના કારણે જીવ સુખ અને દુઃખને અનુભવ કરે છે તે વેદનીય કર્મ છે. તેની બે ઉત્તરપ્રકૃતિ છે. (૧) સાતાસુખ અને (૨) અસાતા-દુઃખ. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણમાંના ગમે તે એક, બે કે ત્રણેથી ઘેરાએલ જીવ જે તેની તે સ્થિતિ સમભાવપૂર્વક સહી લે છે તે તે તેને સાતા
૧ જુઓ તત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૮, સૂત્ર ૯,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com