________________
૧૮ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી માની તેના નાશની પ્રવૃત્તિ એ અનુક્રમે જ્ઞાન અને દર્શન એ દરેકના ઉપઘાત છે. વેદનીયના આશ્રવ :
દુઃખ, શેક, તાપ, આકંદ, વધ અને પરિદેવન આદિ કરવાં, કરાવવાં અને બન્ને પક્ષેમાં તે ઉપજાવવાં એ અશાતની વેદનીયના આશ્રવ છે; પ્રાણી માત્ર પર અને વિશેષતઃ વ્રતધારી પર અનુકંપા, દાન, સરાગસંયમ, અકામનિર્જરા, બાલતપ, શાન્તિ અને શૌચ એ શાતા વેદનીયના આશ્રવ છે.
જીવને આધિ, વ્યાધિ અને ઉપાધિના કારણે થતી પીડા દુઃખ છે. દુઃખ અથવા ચિંતાની લાગણીના કારણે ઉદ્દભવતે માનસિક વ્યાપાર શોક છે. તીવ્ર સંતાપ કરે, કરાવે એ તાપ છે. આંસુ પાડી રડવું, રડાવવું એ આકંદ છે. જીવના દશ પ્રાણુમાંના કેઈ એક કે સર્વને નાશ યા વિયોગ કરે
એ વધ છે. પ્રિયજન કે વસ્તુના વિયેગમાં તે વ્યક્તિ યા વસ્તુને સંભારી સંભારી વારંવાર રૂદન કરવું, કરાવવું એ પરિદેવન છે. આ દરેક પ્રવૃત્તિ પિતાને ઉદ્દેશી કરવી, બીજાને ઉદેશી કરવી કે સ્વ અને પર એ બંનેને ઉદેશી કરવી, કરાવવી એ સર્વ અશાતા વેદનીયના આશ્રવ બને છે.
સર્વ જીવ પ્રતિ દયા, વ્રતધારી પ્રતિ બહુમાન, મમત્વ અથવા મૂચ્છ ન્યૂન કરવા અને ત્યાગની તાલીમ મેળવવા પિતાની ન્યાપાર્જિત વસ્તુને બીજાના હિત અર્થે કરાતે ઉપગ અર્થાત્ ત્યાગ દાન છે. સંયમ સ્વીકારવા છતાં સતત
૧ જૂઓ તત્ત્વાર્થીધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૨-૧૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com