________________
ગ્રંથમાળા નં. ૧૫
-
-
જાગૃતિ પણ રાખતાં છતાં રાગ-દ્વેષ સંપૂર્ણ દૂર ન થવાના કારણે ઉદભવતા સૂક્ષ્મ વિકાર એ સરાગસંયમ છે. ગૃહસ્થ અથવા ગૃહિણીના બાર વતમાંના કેઈ એક અથવા સર્વ વ્રત
સ્વીકારવા અને પાળવાં એ સંયમસંયમ છે. પરવશ હોવાના Jકારણે અનિચ્છાએ પરાણે ભેગ ઉપભેગને કરાતે ત્યાગ એ
અકામ નિર્ભર છે. અજ્ઞાનના કારણે કરાતો મિસ્યા કાયકલેશ કરવો એ બાલતપ છે. ધર્મ સમજી કરાતી કષાયનિવૃત્તિ એ શાન્તિ છે, લોભ આદિ દોષની શુદ્ધિ કરવી એ શૌચ છે. આ સર્વે શાતાદનીયના આશ્રવ છે.
વ્રત, નિયમ, ચારિત્ર, તપ, ધ્યાન આદિ સમજપૂર્વક વેચ્છાએ સ્વ અને પરહિત અર્થે કરાતા હોઈ તેનાથી સકામ નિજર થાય છે, આવા પ્રસંગે મુશ્કેલી આવતાં જીવ તેને જીતવા દઢ બને છે, પણ એ વિહુવલ બનતું નથી. આ કારણે એ દરેક કાયકલેશરૂપ ન હતાં નિર્જરારૂપ છે. મેહનીયના આશ્રવ:
કેવલી, કૃત, સંઘ અને દેવ એ દરેકના અવર્ણવાદ દર્શનમેહનીયના આશ્રવ છે. કષાયના ઉદયના કારણે જીવમાં થતા તીવ્ર આત્મપરિણામ-અધ્યવસાય ચારિત્રમેહનીયના આશ્રવ છે.
કેવલીના ગુણની ઉપેક્ષા કરી તેમનામાં ન લેવા એવા દેશ આપવા એ કેવલીના અવર્ણવાદ છે. શ્રુતજ્ઞાનના ગુણની ઉપેક્ષા કરી તેનામાં ન હતા એવા દેશ આપવા એ શ્રુતજ્ઞાનના અવર્ણવાદ છે. ચતુર્વિધ સંઘ કે તેમાંના કેઈ એક કે અધિક
૧ જૂઓ તસ્વાર્થીધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૪-૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com