________________
૨૪ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
ગાત્રના આશ્રય
પરનિંદા, આત્મપ્રશંસા, સદ્દગુણનું આચ્છાદન અને અસદ્ગણનું ઉદ્ધાવન એ નીચ ગેત્રના આશ્રવ છે. સ્વનિંદા, પરપ્રશંસા સદ્દગુણનું ઉદ્ધાવન અને અસદ્દગુણનું આચ્છાદન તેમજ વિનય અને નમ્રતા એ ઉચ્ચ ગેત્રના આશ્રવ છે.
સ્વાર્થ સાધવા ઇરાદાપૂર્વક બીજાની સાચીજુઠી વાતો કરવી એ પરનિંદા છે. પિતાની બડાઈ હાંકવી એ આત્મપ્રશંસા છે. બીજાના સદગુણને છુપાવવા એ સદ્દગુણનું આચ્છાદાન છે. પિતાનામાં ન હતા એવા ગુણેની બડાઈ હાંકવી એ અસશુયુનું ઉદ્ઘાવન છે.
પિતાના દેષ શેધવા, તેને શુદ્ધ કરવા અને તે જાહેર કરવા એ સ્વનિંદા છે. બીજાના ગુણની પ્રશંસા એ પર પ્રશંસા છે. બીજાના સદ્ગુણને જાહેર કરવા એ સદ્ગુણનું ઉદ્ધાવન છે. બીજામાં ન હતા ગુણને ઢાંકવા એ અસદ્દગુણનું આચ્છાદન છે. પૂજ્ય, વડીલ, જ્ઞાની આદિપ્રતિ બહુમાન અને આદર એ વિનય છે. જ્ઞાન, લાભ, બુદ્ધિ, ઐશ્વર્ય, કુળ, જાતિ, બલ, રૂપ, યશ અને કીર્તિ આદિના અભિમાનને ત્યાગ કરે એ નમ્રતા છે. અંતરાયના આશ્રવર વિઘ નાંખવા, નંખાવવા એ અંતરાયના આશ્રવ છે.
આમ પ્રવૃત્તિઓને કમની જુદી જુદી પ્રકૃતિમાં તારવી કાઢી તેના જુદાજુદા આશ્રવ બતાવી ગયા. આ ઉપરાંત પચીસ ક્રિયા
૧ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૪-૨૫. ૨ જૂઓ તત્ત્વાથધિગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૨૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com