________________
ગ્રંથમાળા નં. ૧૫
[ ૨૧
નેકષાયને સમાવેશ કરી લેવાનું છે. આમ નેકષાય, કષાય, કષાયની પ્રવૃત્તિ અને તેમાં તલ્લીનતા-લેશ્યા એ દરેક ચારિત્રમેહનીયના આશ્રવ છે.
આયુષ્યના આશ્રવ :
અતિ આરંભ અને અતિ પરિગ્રહ એ નારક આયુષ્યના આશ્રવ છે. માયા તિર્યંચ આયુષ્યને આશ્રવ છે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, ઋજુસ્વભાવ, મૃદુસ્વભાવ, આદિ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે. સરગસંયમ, સંચમાસંયમ, અકામનિર્જરા, બાલતપ આદિ દેવ આયુષ્યના આશ્રવ છે. માયા આદિ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે. આમ દરેક આયુષ્યના જુદા જુદા આશ્રવ ઉપરાંત વ્રત અને શીલને અભાવ એ ચારે આયુષ્યના સમાન આશ્રવ છે.
ઈતર પ્રાણીને દુઃખ આપવાની સકષાય પ્રવૃત્તિ એ આરંભ છે; ભેગ-ઉપભેગની વસ્તુના સંગ્રહની સકષાય પ્રવૃત્તિ એ પરિગ્રહ છે. વસ્તુ પરના મમત્વમાંથી પરિગ્રહ ઉદ્ધવે છે. આરંભ અને પરિગ્રહ કરતાં પણ તેમાં માચ્યા-રાચ્યા રહેવાની રસવૃત્તિ, આસક્તિ અથવા તલ્લીનતા અશુભ પ્રવૃત્તિની જનક છે. છલ-પ્રપંચ, માયા, કપટ, કુટિલતા, દંભ અને સ્વાર્થ અંગે બેટી અને બનાવટી વાત એ માયા છે. સ્વભાવની સરલતા એ ઋજુતા અને નરમાશ અથવા નમ્રવૃત્તિ યા નમ્રતા એ મૃદુતા છે. સૂક્ષ્મ કષાય સહિત અને સંપૂર્ણ કષાય છૂટ્યા પહેલાંનું ચારિત્ર સરાગસંયમ છે. અંશતઃ વિરતિ અથવા
૧ જૂઓ તસ્વાથ ધગમસૂત્ર અ૦ ૬, સૂત્ર ૧૬ થી ૨૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com