________________
૧૬ ]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી સગી પહેલાંના ગુણસ્થાનમાં જીવને ચાર, ત્રણ, બે કે એક પૂર્વના બંધહેતું હોઈ શકે છે. આશ્રવ-કમનાં પ્રવેશદ્વાર
જીવમાં કર્મના પ્રવેશનું દ્વાર યા સાધન યા કારણ એજ આશ્રવ તળાવમાં પાણી લેવા નાળાં રખાય છે, તેમ જીવમાં “ કર્મને પ્રવેશ થાય તે સારૂ આશ્રવ નાળાની ગરજ સારે છે. ઉપરોક્ત પાંચ બંધહેતુમાંના કેગના કારણે જીવને પ્રદેશ બંધ અને પ્રકૃતિબંધ એ બે થાય છે, જયારે કષાયના કારણે સ્થિતિ બંધ અને લશ્યાના કારણે રસબંધ અથવા અનુભાગ બંધ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, અને પ્રમાદ એ પરંપરાએ બંધનાં કારણ બને છે. ચોગ તો જીવના આત્મપ્રદેશની ચંચળતા અથવા સ્પંદન છે કે જે પ્રવૃત્તિરૂપ છે. એટલે તે તે કર્મના આશ્રવનું દેખીતું મૂળ કારણ છે, આ કારણે જ પ્રવૃત્તિ સમજાવવાનું અહિં પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિ પણ અનંતપ્રકારની છે. તે બંધીનું વર્ણન શકય નથી. આ કારણે જે જે પ્રકૃતિબંધ માટે જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે તે તે માત્ર નમૂના રૂપે છે. તે પરથી બીજી તેવી પ્રવૃત્તિઓ ઘટાવી લેવી રહી. જ્ઞાનાવરણ અને દશનાવરણુ, એ દરેકના આવ.'
પ્રÀષ અથવા પ્રદેશ, નિન્હવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપધાત એ દરેક જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સમાન આશ્રવ છે. ઉપરોક્ત પ્રવૃત્તિ જ્ઞાન અંગે હતાં તે જ્ઞાનાવરણના અને તે દર્શન અંગે હેતાં દર્શનાવરણના આશ્રવ બને છે.
૧ જુઓ તસ્વાથૌધિગમસુત્ર અ૦ ૬, સૂત્ર ૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com