________________
૧૪]
પૂ. પંન્યાસજી શ્રીમણિવિજયજી
જીવના સ્વભાવરૂપ સમભાવની તાલીમના વિકાસ માટે જ છે. પૌષધના બીજા દિવસે એકાસણું કરી સુપાત્રદાન કરવા રૂપ અતિથિસંવિભાગ દ્રત છે. આ વ્રત અધિક ગુણવાન પ્રતિ આદર પ્રદર્શનનું સૂચક છે.
આ પાંચ મહાવ્રત અથવા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સવે અથવા તેમાંનું કોઈપણ વ્રત ન સ્વીકારવાની આત્માની પરિણતિ અથવા અધ્યવસાય એ અવિરતિ છે. પ્રમાદ :
જીવનું કાર્ય શુભ પ્રવૃત્તિને આદર છે. શુભ પ્રવૃત્તિ ન કરવારૂપ, તેમજ માદક પદાર્થોનું સેવન, અતિઆહાર, નિદ્રા, મિથુન, વિકથા તેમજ સાત વ્યસનનું સેવન એ સર્વ પ્રમાદમાં સમાય છે. સંક્ષેપમાં સમભાવમાં રહેવાની પ્રવૃત્તિની ઉપેક્ષા કરી પરભાવમાં રાચ્યા–માગ્યા રહેવાની પ્રવૃત્તિ એ પ્રમાદ છે.
કષાય છે
જીવને સંસારની વૃદ્ધિ કરાવનાર કષાય છે. જીવને શુદ્ધ સ્વભાવ સમભાવમાં રહેવાને છે; સંસારી જીવને પરભાવમાં રહેવાના પડી ગયેલ સ્વભાવનું કારણ કર્મ અને કષાય છે. કષાય ચાર છેઃ (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લેભ. આ ચાર કષાયના દરેકના પણ ચાર પ્રકાર છેઃ (૧) અનંતાનુબંધી, (૨) અપ્રત્યાખ્યાનીય, (૩) પ્રત્યાખ્યાનીય અને (૪) સંજવલન. આ સેળ કષાયના જનક નવ નેકષાય છેઃ (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શેક, (૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com