________________
૧૨ ]
પૂર્વ પંન્યાસજી શ્રીમણિવિજયજી
વિષયસુખમાં તલ્લીન ખની છકાયના જીવાની હિંસા અને તેની પર'પરા આચરે છે, અને પરિણામે તેને કર્મની પરપરા વર્સો કરે છે. અવિરતિની સમજ માટે વ્રત કયાં તે જાણવાની આવશ્યકતા રહે છે.
વ્રત એ પ્રકારનાં છે: (૧) મહાવ્રત, (૨) અણુવ્રત.`
મહાવ્રત પાંચ છે:૨ (૧) પ્રાણાતિપાત વિરમણુ અથવા અહિંસા, (૨) મૃષાવાદ વિરમણુ અથવા સત્ય, (૩) અદત્તાદાન વિરમણ અથવા અસ્તેય યા અચૌય, (૪) મૈથુન વિરમણુ અથવા બ્રહ્મચય અને (૫) પરિગ્રહ વિરમણુ. આ પાંચ મહાવ્રત સાથે રાત્રિભેાજન વિરમણ વ્રત પણ સંકળાએલ છે કે જે પહેલા વ્રતના ભાગ છે તે સમજી લેવાનુ છે. આ પાંચ મહાવ્રતના પાલનથી જીવ છકાયની હિંસા શકી શકે છે કે જે માટા પરાપકાર છે. આ પાંચ મહાવ્રતના પાલક સાધુ છે.
મધ્યકાટિના સાધક માટે અણુવ્રત છે. અણુવ્રત પણ પાંચ છેઃ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણુ, (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણુ. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણુ, (૪) સ્થૂલ મૈથુન વિરમણુ, અથવા પુરૂષ માટે પરદારા વિરમણુ અને સ્રી માટે પરપુરૂષ વિરમણુ અને (૫) સ્થૂલ પરિગ્રહ પરિમાણુ તને મર્યાદિત સ્વીકાર એ અણુવ્રત છે. આ પાંચ અણુવ્રતના વિકાસ અર્થ ત્રણ ગુણુ વ્રત અને ચાર શિક્ષા ત એમ ગૃહસ્થ તથા ગૃહિણી માટે ખાર વ્રત સમ્યકત્ત્વ સહિત હોય છે.
૧. જુઆ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ ૭, સૂત્ર ૧. ૨ જુએ તત્ત્વાર્થાધિગમસૂત્ર અ૦ ૭, સૂત્ર ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com