________________
ગ્રંથમાળા નં. ૧૫
* ૧૩
મહાવ્રતમાં જીવને વ્રત સંપૂર્ણતઃ પાલવાનાં હોય છે, જ્યારે અણુવ્રતમાં જીવને વ્રત મર્યાદામાં લેતે હોવાથી તેને તે મર્યાદિત રીતે પાલવાનાં હોય છે. આમ જીવ અણુવ્રતમાં પિતાને આવશ્યક એવી જરૂરીઆત પ્રમાણે છૂટ રાખી શકે છે.
ગુણવ્રત ત્રણ છેઃ (૧) દિમ્ પરિમાણ, (૨) ભેગો પગ પરિમાણ અને (૩) અનર્થદંડ.૧ વિરમણ દશ વિદિશામાં જવાઆવવાની મર્યાદા એ દિગૂ પરિમાણ વ્રત છે. પદાર્થોના ભંગ ઉપભેગમાં મર્યાદા એ ભેગે પગ વ્રત છે. જીવને કારણ વિના દંડાતા રોકવા સારૂં અનર્થદંડ વિરમણ વ્રત છે.
શિક્ષાવ્રત ચાર છે (૧) સામાયિક, (૨) દેશાવગાશિક, (૩) પૌષધેપવાસ અને (૪) અતિથિસંવિભાગ. સમતાભાવમાં રહેવાને જીવનો સ્વભાવ છે; સ્વાર્થ, કષાય, કર્મ આદિ કારણે જીવ વિભાવમાં રહે છે. આ વિભાવ અવસ્થામાંથી સમતાભાવની તાલીમ મેળવવા માટે ૪૮ મિનિટ સુધી સમતાભાવમાં રહેવું એ સામાયિક વ્રત છે. ભેગેપભેગ પરિમાણ વ્રતમાં દર્શાવેલ મર્યાદા અહોરાત્ર સંક્ષેપી એકી સમયે બાર વ્રતના અંશતઃ પાલન કરવા સારૂ દશ સામાયિક કરવાં એ દેશાવગાશિક વ્રત છે; આ વ્રતમાં તપ તરીકે એકાસણું, ઉપવાસ આદિ પણ કરવામાં આવે છે. એકાસણ, ઉપવાસ આદિ સહિત સાદા જીવનની તાલીમ રૂપ પૌષધેપવાસ વ્રત છે. આ વ્રત ત્રણ પ્રકારનું છેઃ દિવસની મર્યાદા, (૨) રાત્રિની મર્યાદા અને (૩) રાત્રિદિવસ એ બન્નેની મર્યાદાવાળું. આ ત્રણ શિક્ષાત્રત
૧ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૭, સૂત્ર ૧૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com