________________
ગ્રંથમાળા નં. ૧૫
મેક્ષની ઈચછા કરનારને ધર્મની આવશ્યકતા રહે છે. કામની ઈચ્છા કરનારને કામની સાધનાઅર્થે અર્થની જરૂરીઆત ઉભી થાય છે, તે મેળવવા સારૂ જીવને પોતાની સુખ, સગવડ, લાલસા, તૃષ્ણા, ઈન્દ્રિયનાં વિષયસુખ આદિના ભેગ આપવા તે રહેજ: છે; મોક્ષના ઇરછુકને પણ ધર્મની સાધના કરતાં પોતાનાં સુખ, સગવડ, લાલસા, તૃષ્ણા, ઇન્દ્રિયનાં વિષયસુખ આદિના ભેગ આપવાની જરૂરીઆત ઉભી થાય છે. આ રીતે કામ અને મોક્ષના ઈચ્છુકને આપવા પડતા ભેગ યા ત્યાગમાં બાઘ સમાનતા દેખાવા છતાં તેમાં મેટે તફાવત રહેલો છે. કામના ઈચ્છકના ભેગત્યાગમાં સ્વાર્થ રહેલો છે; જયારે મેક્ષના ઈચ્છુકના ગત્યાગમાં ઈચ્છાપૂર્વક ત્યાગ અને પરમાર્થવૃત્તિ રહેલી છે; મૂળભૂત આ તફાવતના કારણે કામની સાધનાઅર્થે અપાતા ભેગત્યાગ છતાં સ્વાર્થના કારણે જીવને કર્મની અકામ નિર્જરા થવા છતાં પરંપરાએ તેને અશુભ કર્મબંધ અને તેની પરંપરા પ્રાપ્ત થાય છે, જ્યારે મોક્ષના ઇછુકને તેના ભેગત્યાગ ઈચ્છાપૂર્વક હેવાના કારણે તેમાં પરમાર્થવૃત્તિ હોવાથી સકામ નિર્જરા થાય છે અને તેથી શુભકર્મબંધ થતે હેઈ પરંપરાએ તેવા જીવને મેક્ષ સાધવાની સગવડતા આવી મલે છે.
આમ સંસારી જીવ જે શુભ અને અશુભ કર્મબંધ અને તેની પરંપરા અનુભવે છે તેને વિચાર એજ કર્મવિચાર. આ વિષયને આપણે જુદાજુદા દષ્ટિબિંદુએ તપાસવાનું રહેશે. તેમાં કર્મબંધના હેતુ અથવા કારણે, કર્મના આશ્રવ અથવા પ્રવેશદ્વાર અને કર્મબંધની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com