________________
ગ્રંથમાળા નં. ૧૫
પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણ રહેલા છે, તે કારણે તે રૂપી ગણાય છે.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ સમગ્ર કાકાશમાં વ્યાપીને રહેલા છે. પ્રત્યેક જીવ લેકાકાશના અસંખ્યાતમાં ભાગમાં અને અનંતજીવ સમગ્ર લોકાકાશમાં રહેલા છે. અણુ એક આકાશ પ્રદેશમાં, દ્વયણુક એકથી બે આકાશ પ્રદેશમાં ચણુક એકથી ત્રણ આકાશ પ્રદેશમાં, ચતુરણુક એકથી ચાર આકાશ પ્રદેશમાં, પંચાણુક એકથી પાંચ આકાશ પ્રદેશમાં એમ એક એક વધતાં સંખ્યાતાણુક એકથી સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાતાયુક, અનંતાણુક તેમજ અનંતાનંતાણુક એકથી અસંખ્યાત આકાશપ્રદેશમાં, એ રીતે પુદગલ સમાઈ શકે છે. અનંત જીવ અને અનંત પુદ્દગલ અસંખ્યાત પ્રદેશી કાકાશમાં બાધા રહિત રહી શકે છે, તેનાં ત્રણ કારણ છે–(૧)પુદગલની સૂફમાતિસૂક્ષમ પરિણમન શક્તિ, (૨) લોકાકાશનું અસંખ્ય પ્રદેશ પ્રમાણ, (૩) જીવ અને પુદગલના તે પ્રકારના સ્વભાવ.
ધર્માસ્તિકાયનું કાર્ય જીવને તેની ગતિમાં સહાય કરવાનું, અધર્માસ્તિકાયનું કાર્ય જીવને તેની સ્થિતિમાં સહાય કરવાનું અને આકાશાસ્તિકાયનું કાર્ય જીવ અને પુદગલને અવકાશ અથવા જગ્યા દેવાનું છે. જીવનું કાર્ય પરસ્પર સહકારપૂર્વક જીવન જીવી પરોપકાર કરી આત્માનો વિકાસ સાધવાનું છે."
૧ જૂઓ તસ્વાર્થીધિગમસૂત્ર અ૦૫, સૂત્ર ૧૨–૧૩. ૨ જૂઓ તસ્વાર્થોધિગમસત્ર અ૦ ૫, સૂત્ર ૧૫. ૩ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અપ, સૂત્ર ૧૪૪ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ૦ ૫, સૂત્ર ૧–૧૮. ૫ જૂઓ તસ્વાર્થાધિગમસૂત્ર અ. ૫, સૂત્ર ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com