________________
૧૨
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂ૫-ગુણ-સંગ્રહ
-- ત્રણ લિંગ સમકિતને જેણે કરીને ઓળખીએ એવા ચિહ્ન તે લિંગ કહેવાય. તે ત્રણ ભેદે છે-(૧) શ્રત અભિલાષ, (૨) ઈચ્છા, (૩) વૈયાવચ્ચ.
પહેલું લિંગ-શ્રુતઅભિલાષ –એટલે જેમ માણસ નીરોગી હોય, સંપૂર્ણ સુખી હોય, અને સુલક્ષણ સ્ત્રીની સાથે આનંદથી પંચેન્દ્રિયનાં સુખ ભોગવતે દેવતા સંબંધી ગીતને જેવા રાગથી સાંભળે તેથી અધિક રાગે ધર્મ સાંભળવાની ઈચ્છા રાખે તે શ્રત અભિલાષ.
બીજું લિંગ-ઈચ્છા–જેમ સુધાએ કરી પીડિત બ્રાહ્મણ વિકટ જંગલ ઓળંગીને આવેલ હોય, તેને સુંદર ઘેબર દેખીને જેમ ખાવાની તીવ્ર ઈચ્છા થાય, તેમ ધર્મને છે તે બીજું લિંગ. - ત્રીજું લિંગ-વૈયાવચ્ચ: જેમ વિદ્યાસાધક વિદ્યા સિદ્ધ કરવામાં એક ચિત્ત લગાવે, તેમ દેવ અને ગુરુની વૈયાવચ્ચ કરવામાં એક ચિત્ત રહે. ગુરુ આજ્ઞાનું અખંડિતપણે પાલન કરે.
૧૦ પ્રકારનો વિનય (૧) અરિહંત. (૨) સિદ્ધ. (૩) જિનપ્રતિમા અને જિનમંદિર. (૪) જૈનસૂત્ર-સિદ્ધાંતરૂપ શાસ. (૫) દશ પ્રકારને મુનિ ધર્મ. (૬) તે ધર્મ પાળનારા સાધુ મહારાજ, (૭) આચાર્ય મહારાજા. (૯) ઉપાધ્યાય મહારાજા. (૯) ચતુર્વિધ સંઘ (૧૦) સમકિત એટલે સમકિતવંત લેકે અને તેને ખીલવવાના સાધને આ દશને વિનય નીચેની પાંચ રીતે થાય છે,