Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સાથે ઉત્પન્ન થયેલ પોતાની પુત્રી બ્રાહ્મીનું વેવિશાળ બાહુબલીની સાથે તથા બાહુબલીની સાથે ઉત્પન્ન થયેલ, સુંદરીનું વેવિશાળ ભરતની સાથે કરી દીધું.”
નિર્યુક્તિકાર અને વૃત્તિકા૨ે લગ્ન અને વાગ્દાન એ બંને પ્રથાઓનો પ્રારંભ થવાનો જે પ્રકારે પૃથરૂપથી ઉલ્લેખ કર્યો છે, એનાથી નિર્વિવાદ રૂપે એ જ સિદ્ધ થાય છે કે પ્રભુએ પોતાની પુત્રીઓ-બ્રાહ્મી અને સુંદરીના માત્ર વાગ્દાન (વેવિશાળ) જ કર્યા હતા, લગ્ન નહિ.
શંકા-૩. ત્રીજી શંકા ઉપસ્થિત કરવામાં આવી છે - ચતુર્થ ચક્રવર્તી સનત્કુમારના સ્વર્ગગમન અથવા મોક્ષગમન સંબંધમાં સૈદ્ધાંતિક પરંપરામાં સનત્કુમારનું મોક્ષગમન માનવામાં આવ્યું છે. સમાધાન : ‘સ્થાનાંગ સૂત્ર'માં ચાર પ્રકારની અંતઃક્રિયાઓનું જે સોદાહરણ વિવરણ આપવામાં આવ્યું છે, એમાં ત્રીજા પ્રકારની અંતઃક્રિયાનો સારાંશ આ પ્રકારે છે : “ત્રીજી - મહાકર્મ પ્રત્યયા અંતઃક્રિયા, જેમાં સનત્કુમાર ચક્રવર્તીની જેમ દીર્ઘકાલીન તપ, રોગના કારણે દીર્ઘકાલીન દારુણ વેદનાની સાથે દીર્ઘપર્યાયથી સિદ્ધ થવું.”
આ બધી અંતઃક્રિયાઓના ઉદાહરણ તદ્ભવની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. અતઃ ત્રીજી અંતઃક્રિયાના ઉદાહરણમાં નિર્દિષ્ટ સનત્કુમારને પણ એ જ ભવમાં સિદ્ધ થયેલ માનવા ઉચિત પ્રતીત થાય છે, કારણ કે ત્રીજી અંતઃક્રિયા અને સાધુપર્યાય સનત્કુમારની બતાવેલી છે, નહિ કે આચાર્ય અભયદેવ અને હેમચંદ્રાચાર્ય દ્વારા વર્ણિત સનત્કુમાર દ્વારા દેવલોકની આયુ ભોગવ્યા પશ્ચાત્ મહાવિદેહ ક્ષેત્રમાં સાધુપર્યાયથી સિદ્ધ થનારા કોઈ સાધકની. ‘સ્થાનાંગ સૂત્ર’ના એતદ્વિષયક મૂળપાઠની શબ્દરચના અને પૂર્વાપર સંબંધને નજર સમક્ષ રાખતા સનત્કુમાર ચક્રવર્તીનો તદ્ભવમાં મોક્ષ માનવું જ ઉચિત પ્રતીત થાય છે. દિગંબર જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) D
૧૧