Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શ્રમણધર્મમાં દીક્ષિત થવા પૂર્વે ભરતની સહોદરા બ્રાહ્મીનો સંબંધ બાહુબલીની સાથે અને બાહુબલીની સહોદરા સુંદરીનો સંબંધ ભરતની સાથે કર્યો હતો. કૈવલ્યોપલબ્ધિ’ પશ્ચાત્ જ્યારે પ્રભુએ ધર્મતીર્થની સ્થાપના કરી તો બાહુબલીની આજ્ઞાથી બ્રાહ્મી શ્રમણીધર્મમાં પ્રવ્રુજિત થઈ ગઈ. એ સમયે સુંદરી પણ પ્રવ્રુજિત થવા માંગતી હતી, પરંતુ ભરતે એવું કહીને એને રોકી લીધી કે ચક્રવર્તી બનવા પર તે એને પોતાની સ્ત્રી-રત્ન બનાવશે.
સમાધાન : હરિવંશ પુરાણકારે લખ્યું છે કે - એ બંને કુમારિકાઓ અર્થાત્ અવિવાહિત હતી. એ જ પ્રકારે આદિ પુરાણકારે પણ બ્રાહ્મી માટે રાજકન્યાનું વિશેષણ પ્રયુક્ત કરી એ બંને બહેનો અવિવાહિત હોવાનો ઉલ્લેખ કર્યો છે. એનાથી એ જ સિદ્ધ થાય છે કે બંને બહેનો બાળબ્રહ્મચારિણી હતી. વસ્તુતઃ શ્વેતાંબર પરંપરાની ત્રીજા પ્રકારની માન્યતા ‘દત્તા’ શબ્દનો સમ્યગ્ અર્થ ન સમજવાને કારણે ઉત્પન્ન થઈ. એની પાછળ પ્રામાણિક આધાર નથી. એતવિષયક સમસ્ત જૈન વાડ્મયના પર્યાલોચનથી પ્રગટ થાય છે કે કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં બ્રાહ્મી તથા સુંદરીના વિવાહનો ઉલ્લેખ નથી. અહીં વિવાહ અને વાદાનનું અંતર સમજવું જોઈએ.
૧૦
વિવાહ (લગ્ન) અને વાદાન (વેવિશાળ) આ બંને પરંપરાઓના પ્રચલિત થવાના પ્રારંભિક ઇતિહાસને પ્રસ્તુત કરતી વખતે ‘આવશ્યક નિયુક્તિ’માં આપેલ ગાથાની વ્યાખ્યા કરતી વખતે આચાર્ય મલયગિરિએ ‘આવશ્યક મલયવૃત્તિ’માં લખ્યું છે : “ઋષભદેવના લગ્ન (વિવાહ) કરવામાં આવ્યા, એ જોઈને લોકોએ પોત-પોતાનાં સંતાનોના વિવાહ કરવાનાં પ્રારંભ કર્યો. વિવાહનાં પ્રસંગ સમાપ્ત થયાં. હવે ‘દત્ત’ અર્થાત્ વાદાન(વેવિશાળ)નો પ્રસંગ અથવા પ્રક્રિયા પણ કહે છે. ભગવાને યુગલધર્મને સમાપ્ત કરવાના અભિપ્રાયથી ભરતની છેલ્લે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)