Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માર્કશન
હજાર વર્ષનાં લેખાં-જોખાં
• આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ' પ્રથમ ભાગમાં ભગવાન ઋષભદેવથી પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થંકરોનો પાવન પરિચય પ્રસ્તુત કરી દીધો છે.
અમને આ વાત પર ઘણી પ્રસન્નતા થઈ છે કે કેટલાક અધ્યયનશીલ મહાનુભાવોએ એને સૂક્ષ્મ અને શોધપૂર્ણ દૃષ્ટિથી વાંચીને પોતાની શંકાઓ અને સુઝાવ મોકલ્યાં છે. આ પ્રકારની રુચિ સરાહનીય છે.
પ્રથમ ભાગમાં જે વિપુલ સામગ્રી પ્રસ્તુત કરવામાં આવી છે, એમાંથી ૫ પ્રસંગો સંબંધમાં જિજ્ઞાસુઓ દ્વારા જે શંકાઓ ઉઠાવવામાં આવી છે, તે શંકાઓ અને એના સમાધાન નિમ્ન પ્રકારે છે * શંકા-૧. પ્રથમ ભાગમાં ભગવાન ઋષભદેવના પ્રથમ-પારણાનું વિવરણ પ્રસ્તુત કરતા લખ્યું છે કે - ‘ભગવાન ઋષભદેવે વૈશાખ શુક્લ તૃતીયાએ વર્ષ-તપના પારણા કર્યાં.’ અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે ભગવાન ઋષભદેવે ચૈત્ર કૃષ્ણ અષ્ટમીએ બેલાતપ(છઠ)ની સાથે દીક્ષા ગ્રહણ કરી અને બીજા વર્ષની વૈશાખ શુક્લ તૃતીયાએ શ્રેયાંસકુમારને ત્યાં પ્રથમ પારણા કર્યાં. એ રીતે ચૈત્ર કૃષ્ણ આઠમના બીજા વર્ષે વૈશાખ શુક્લ તૃતીયા સુધીની એમની આ તપસ્યા તેર મહિના અને દસ દિવસની થઈ. આવી સ્થિતિમાં ‘સંવચ્છરેણ ભિક્ખા લદ્ધા ઉસહેણ લોગનાહેણ' આ ગાથા અનુસાર આચાર્યોએ પ્રભુ આદિનાથના પ્રથમ તપને ‘સંવત્સર તપ’ કહ્યો છે, તે ક્યાં સુધી યોગ્ય છે ? કારણ કે એ તપ ૧૨ માસનું નહિ. પરંતુ ૧૩ માસ અને ૧૦ દિવસનું તપ હતું. સમાધાન : વસ્તુત આ કોઈ નવીન પ્રશ્ન નથી. આ એક બહુચર્ચિત પ્રશ્ન છે. ‘સંવચ્છરેણ ભિકખા લબ્ધા ઉહેણ લોગનાહેણ' આ
ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)