Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હું શ્રી દરબારીલાલ કોઠિયા પ્રત્યે આભાર પ્રગટ કરું છું, જેમણે જ્યોતિષાચાર્ય નેમીચંદ્ર શાસ્ત્રી દ્વારા લખાયેલ નિર્વાણોત્તર કાળની આચાર્ય પરંપરા વિષયક ગ્રંથની પાંડુલિપિ અને દિગંબર પરંપરાની ૧૭ પટ્ટાવલીઓ મને પ્રદાન કરી. મુદ્રણાધીન પુસ્તકની પાંડુલિપિ એ જ વિષયના એક અપરિચિત શોધાર્થીને દેખાડવાની ઉદારતા કોઠિયાજી જેવા અસાધારણ સૌજન્યના ધણી જ કરી શકે છે. કોઠિયાજીએ મને એક અનન્ય આત્મીયતુલ્ય બધી જ સુવિધાઓ પ્રદાન કરી.
હું જૈન પરંપરાના લબ્ધપ્રતિષ્ઠિત ઇતિહાસવેત્તા શ્રી અગરચંદ નાહટાનો પણ ઘણો આભારી છું કે જેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી ત્રણ દિવસનો સમય કાઢીને પ્રસ્તુત ગ્રંથની પાંડુલિપિને સાંભળી અને ઉપયોગી સુઝાવ આપ્યા. હું મારા બે સહાધ્યાયી શ્રેષ્ઠીવર શ્રી આનંદરાજ મહેતા અને બાળસખા શ્રી પ્રેમરાજ બોગાવતના સૌહાર્દને ક્યારે ય પણ ભૂલી નથી શકતો. મારા આ બંને મિત્રોએ ઠંડા, મીઠા અને ઉત્સાહવર્ધક વાકચાતુર્યથી સમયે-સમયે મારો ઉત્સાહ વધારીને મને અકર્મણ્ય થવાથી બચાવ્યો. - * પ્રસ્તુત ગ્રંથ અને એના વિદ્વત્તાપૂર્ણ પ્રાકકથનમાં શ્રદ્ધેય આચાર્યશ્રીએ વી. નિ.ના પશ્ચાત્ ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ ઉપર આટલા વિશદ રૂપથી પ્રકાશ નાંખ્યો છે કે હવે આ સંબંધે મારા જેવી વ્યક્તિ માટે એક શબ્દ પણ કહેવા અથવા લખવાની આવશ્યકતા જ નથી રહેતી. સંપાદનકાળમાં વસ્તુસ્થિતિના ચિત્રણમાં જીવંતતા લાવવાનો પ્રયાસ કરતી વખતે જો ક્યાંક સાધુભાષાનું અતિક્રમણ થયું હોય તો મારો વાંક છે. વિદ્વાન પાઠક મારા એ પ્રમાદ માટે મને ક્ષમા કરશો.
- ગજસિંહ રાઠોડ
મુખ્ય સંપાદક (જૈન ધર્મના મૌલિક ઈતિહાસ' (વિસ્તૃત)ના દ્વિતીય ભાગમાંથી)
A
B . [ ૬ 99999999999ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)