Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સંપાદકીય...
પ્રમાણપુરસ્કર પ્રતિપાદન
પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજની સ્વનામધન્ય અને સુવિખ્યાત સંપ્રદાયના યશસ્વી વિદ્વાન આચાર્ય શ્રી હસ્તીમલજી મહારાજ સાહેબ દ્વારા લિખિત જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ'ના પ્રથમ ભાગની જેમ દ્વિતીય ભાગના સંપાદક મંડળમાં મારું નામ સંમિલિત કરી મને જે સન્માન.પ્રદાન કર્યું છે, એના માટે હું આચાર્યશ્રી પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરું છું. આ યુગના ઉચ્ચકોટિના વિદ્વાન, પ્રમુખ ઇતિહાસજ્ઞ અને આગમ નિષ્ણાત આચાર્યશ્રીની કૃતિના સંપાદનમાં અન્ય કોઈ વ્યક્તિએ વિશેષ શ્રમ કરવાની આવશ્યકતા ન હતી. સાથે જ સંપાદક મંડળમાં પાંચ લબ્ધ પ્રતિષ્ઠિત વિદ્વાનોની વિદ્યમાનતામાં મારો શ્રમ કેટલો સ્વલ્પ રહ્યો હશે, એનું પાઠક સહજ જ અનુમાન લગાવી શકે છે.
આટલું બધું થવા છતાં પણ વર્તમાન યુગના અકારણ કરુણાકર મહર્ષિએ અસીમ અનુગ્રહ કરીને મારી જેવા અકિંચન વ્યક્તિને આ પરમ મહત્ત્વપૂર્ણ ગ્રંથને સંપાદન કરવાનું કાર્ય સોંપ્યું, તો મારું પુનિત કર્તવ્ય બને છે કે હું પૂર્ણ નિષ્ઠા સાથે મારા સામર્થ્ય અનુસાર પૂરી શક્તિ લગાવી આ ગ્રંથ-રત્નને અધિકાધિક સર્વાંગસુંદર, સર્વસાધારણ માટે સુગમ અને શોધકર્તાઓ માટે સમુપાદેય બનાવવાનો પ્રયાસ કરું.
હું કૃતજ્ઞ છું આચાર્ય શ્રી વિનયચંદ્ર જ્ઞાનભંડારના પૂર્વમંત્રી સ્વ. સોહનમલજી કોઠારી, અધ્યક્ષ શ્રીચંદજી ગુલેચ્છા અને પુસ્તકાલયાધ્યક્ષ મોતીલાલજી ગાંધીનો, જેમણે મને જ્ઞાનભંડારના ઉપયોગની સુવિધા પ્રદાન કરવાની સાથે-સાથે આવશ્યકતાનુસાર માંગ કરતા જ હજારો સંદર્ભ-ગ્રંથ ઉપલબ્ધ કરાવ્યા.
આ અધ્યયનથી પ્રત્યક્ષ-પરોક્ષ અનેક લાભ થયા. બધાથી મોટો લાભ એ થયો કે પ્રસ્તુત ગ્રંથમાં આચાર્યશ્રી દ્વારા જે ઐતિહાસિક ઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
४