Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લીધો, પરિણામે પ્રથમ ખંડના સંક્ષિપ્ત રૂપ પછી દ્વિતીય ખંડનું સંક્ષિપ્ત રૂપ પાઠકોનાં કર-કમળોમાં સોંપતા અમને અતિ પ્રસન્નતા થઈ રહી છે.
ગ્રંથના આ ભાગનું હિન્દી સંક્ષિપ્તીકરણનું કાર્ય સુરત નિવાસી તપસ્વી શ્રાવક જયવંતભાઈ પી. શાહે, (બી.ઈ. સિવિલ, નિવૃત્ત અધિક્ષક, અભિયતા, ગુજરાત સરકાર) અથાગ પરિશ્રમ દ્વારા સંપન્ન કર્યું. સામાયિક અને સ્વાધ્યાય પ્રત્યે અનન્ય નિષ્ઠા રાખનારા શ્રી શાહે સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં સામાયિક અને સ્વાધ્યાયને એકરૂપ કરી દીધા. પ્રતિદિન સામાયિક ગ્રહણ કરીને ઇતિહાસના સંક્ષિપ્ત પાઠ લખી-લખીને એમણે આ કાર્ય કર્યું. વરિષ્ઠ સ્વાધ્યાયી શ્રી શાહ સાધુસાધ્વીઓને અધ્યાપન પણ કરાવતા હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” ખુલ્લું પુસ્તક પરીક્ષામાં તેઓ પ્રથમ પુરસ્કારથી સન્માનિત થયા. આ શ્રુતસેવા માટે અમે એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. અતુલકુમાર મુણોતનો પણ હિન્દી સંક્ષિપ્તીકરણમાં સહયોગ રહ્યો.
વિશ્વવિદ્યાલય સ્વર્ણપદક વિજેતા અને આચાર્ય હસ્તી સ્મૃતિ સન્માન(૨૦૦૬)થી વિભૂષિત સાહિત્યકાર ડૉ. દિલીપ ધીંગે હિન્દી સંક્ષિપ્ત સંસ્કરણનું સંપાદન કર્યું. ભૂપેન્દ્ર જૈને પેજ સેટિંગ કર્યું. સૌના પ્રત્યે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ ગુજરાતી ભાષામાં “જૈન ધર્મનો મૌલિક ઈતિહાસમાં પ્રકાશન કાર્યમાં અ.ભા.શ્રી. જૈનરત્ન હિતૈષી શ્રાવક સંઘના રાષ્ટ્રીય ઉ.પ્ર. શ્રી પદેમચંદજી જે. કોઠારી તથા તેમનાં ભ્રાતા શ્રી ચેનરાજજી જે. કોઠારી અમદાવાદવાળાઓએ શુદ્ધીકરણ, પૂફરિડિંગ કરી જે સહયોગ કર્યો છે તે પ્રત્યે અમે હાર્દિક કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ.
સંક્ષિપ્તીકરણના કાર્યને યદ્યપિ ઘણું ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું છે, છતાં પણ ક્યાંક કોઈ ત્રુટિ પાઠકોની જાણમાં આવે તો અમને અવગત કરાવશો, જેથી આગામી સંસ્કરણમાં સુધારી શકાય. પી. શિખરમલ સુરાણા સંપતરાજ ચૌધરી વિરદરાજ સુરાણા ' અધ્યક્ષ
કાર્યાધ્યક્ષ
મંત્રી સગગજ્ઞાન પ્રચારક મંડળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) છ6969696969696969696969 ૩ |