Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રકાશકીય
(ઐતિહાસિક ઉપકાર વિતેલા અનેક વર્ષોથી એક સર્વાગપૂર્ણ સંપૂર્ણ શૃંખલાબદ્ધ જૈન ઇતિહાસનો અભાવ જૈન જગતમાં તીવ્ર રીતે અનુભવ થઈ રહ્યો હતો. એ અભાવની પૂર્તિનો ભાર આ યુગના મહાન મનીષી આચાર્ય શ્રી. હસ્તીમલજી મ.સા.એ પોતાના દેઢ અને સબળ ખભા પર ઉઠાવ્યો. એમણે આ મહાન કાર્યને સંપન્ન કરવાના હેતુથી સુદૂરસ્થળ પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરી જેને સંસ્કૃતિની નિધિ સ્વરૂપ અનેક હસ્તલિખિત ગ્રંથાગારો, જ્ઞાનભંડારોથી વિપુલ ઐતિહાસિક સામગ્રી એકત્રિત કરી. આ કર્મઠ યોગીએ ધર્માચાર્યના પોતાનાં દૈનિક કર્તવ્યોના નિર્વહનની સાથે-સાથે એક પછી એક ઐતિહાસિક મહત્ત્વના ગ્રંથોની રચનાનો પ્રારંભ કર્યો. એમની જ સત્પ્રેરણાથી બનેલ જૈન ઇતિહાસ સમિતિએ એ ઇતિહાસ ગ્રંથોનું પ્રકાશન સન ૧૯૬૯-૭૦થી પ્રારંભ કર્યું હતું.
ઇતિહાસ સમિતિ એ અવધિમાં આચાર્યશ્રી દ્વારા પ્રણીત ક્રમશ: (૧) પટ્ટાવલી પ્રબંધ સંગ્રહ (૨) આચાર્ય ચરિતાવલી (૩) “જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ” (પ્રથમ ભાગ) તીર્થકર ખંડ અને (૪) ઐતિહાસિક કાળના ત્રણ તીર્થકર (તીર્થકર ખંડનો જ અંતિમ અંશ) આ ચાર ગ્રંથોનું પ્રકાશન કરી, એમને વિજ્ઞ પાઠકોની સમક્ષ પ્રસ્તુત કરી ચૂકી છે. આચાર્યશ્રીએ જૈન ઇતિહાસના મહાન ઐતિહાસિક કાર્યને સંપન્ન કરવાની દિશામાં જે ભગીરથ પ્રયાસ કર્યો છે, એના માટે સમાજ એમનો ચિરઋણી રહેશે. કુલકરકાળ અને પ્રથમ તીર્થકર ઋષભદેવથી પ્રારંભ કરી અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર સુધીનો ઈતિહાસ પ્રથમ ભાગમાં આપવામાં આવ્યો છે. વીર નિર્વાણ સંવત ૧ થી ૧૦૦૦ સુધીના કાળનો ઇતિહાસ આ બીજા ભાગમાં આપવામાં આવી રહ્યો છે. દોઢ હજાર વર્ષનો ઇતિહાસ ત્રીજા અને ચોથા ભાગમાં આપવામાં આવ્યો છે.
ઇતિહાસના આ ભાગોના અધ્યયનથી એવો આભાસ થાય છે કે આચાર્યશ્રીની વાણીની જેમ લેખનમાં પણ અભુત ચમત્કાર છે. એમણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) D 999999999999 ૧ |