Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ 888888@@ JAI માર્ગદર્શન અને સંરક્ષણ કરતા હતા. મારા પરિવાર ઉપર પણ એમની અસીમ કૃપા રહી. * એમના આશીર્વાદ ઘણા મંગળકારી રહેતા હતા. એમના આશીર્વાદથી તનાવ દૂર થઈ જતો અને અસીમ શાંતિનો અનુભવ થતો હતો. ૧૩. જોધપુર વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ, સાહિત્યકાર, પ્રોફેસર કલ્યાણમલ લોઢાએ લખ્યું છે - “તેઓ સ્વયં વીતરાગી ભગવાનના તુલ્ય હતા.” ૧૪. રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી જસરાજ ચોપડા કહે છે કે - “તેમને નિત્ય સામાયિક - સ્વાધ્યાયની પ્રેરણા આચાર્ય હસ્તીમલજી પાસેથી મળી.’ ૧૫. આર. એસ. ધૂમટ (આઈ. એ. એસ.) કહે છે - “મારા જીવનના રૂપાંતરણ(પરિવર્તન)માં આચાર્ય હસ્તીમલજીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.” ૧૬. ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધીજીની જેમ એમણે પણ લોકોને અનુપ્રેરિત કર્યા કે - પોતાની જાતને ધનના માલિક નહિ, ન્યાસી સમજવા જોઈએ.' એમની પ્રેરણાથી અનેક વ્યક્તિઓએ પોતાની અર્જિત સંપત્તિને પરમાર્થનાં કાર્યોમાં લગાવી દીધી. એમના અનેક અનુયાયી આજે પણ નિર્લેપ્ત - અનાસક્ત જીવન જીવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી મોફતરાજ મુણોત જેવા અનેક સફળ અને સમૃદ્ધ વ્યક્તિ એના જીવંત ઉદાહરણ છે. ૧૭. (૧) એક્યાશી (૮૧) વર્ષો સુધી નિર્દોષ જીવન જીવવા ઉપરાંત એમને લાગ્યું કે - ‘એમનો અંતિમ સમય નજીક છે.' એવું જાણી, નિમાજ (પાલી-રાજસ્થાન) ગામમાં એમણે પોતાના જીવનનાં સમસ્ત જ્ઞાતઅજ્ઞાત પાપોની આલોચના કરી તથા પ્રાણીમાત્રની KKKKKKKKKKK

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 386