Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ પૂર્ણાષ્ટક મુનિઓ થયા છે, તેઓના સુવાક્યરૂપી અમૃતના પાનથી પુષ્ટ થયેલે હું પિતાના આત્માને હિતકારક અને સુખપૂર્વક બેધ થાય એવી ટીકા કરું છું. આ લેકમાં મારા કરતાં બીજે કઈ પણ સંસારના હેતુઓમાં ધીર-તત્પર એ ઉપકારને પાત્ર નથી, તેથી મારા પિતાના બંધ માટે ભાષ્ય વગેરે શાસ્ત્રના અર્થનું અવલંબન કરીને ટીકા કરું છું. ' અહીં શિષ્ટાચારનું પાલન કરવા માટે મંગલ વગેરે કરવું જોઈએ. જે કે અહીં શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવેલું હોવાથી સર્વ ગ્રન્થ મંગલરૂપ છે, તે પણ ગ્રન્થને વિચ્છેદ ન થાય, સુખપૂર્વક બંધ થાય અને શિષ્યની બુદ્ધિને વિકાસ થાય તે માટે પંચપરમેષ્ઠી મંગલના બીજભૂત શ્રીમુનિરાજ વગેરે પાંચ પદના સ્મરણ રૂપ મંગલ કરેલું છે. ગુણને સ્તુતિપાઠ, અંજલિ કરવી અને તેમને યેગના આનન્દ વગેરે કારણથી ઉત્પન્ન થયેલા આત્માના ગુણને વિષે અરિહંતાદિના બહુમાનની એકતા રૂપ ભાવમંગલ અને કર્તાની વિદ્યાસિદ્ધિના બીજભૂત આકારના સ્મરણરૂપ મંગલપ્રતિપાદક આદિ લેક ગ્રન્થકર્તા કહે છે - 1 पूर्णाष्टक ऐन्द्रश्रीसुखमनेन लीलालग्नमिवाखिलम् / सचिदानन्दपूर्णेन पूर्ण जगदवेक्ष्यते // 1 // 1 શ્રીગુલમને ઇન્દ્ર સંબધી શ્રી-લક્ષ્મીના સુખમાં મગ્ન થયેલા પુરુષ વડે. ત્રીજા સુખમાં મમ થયેલું, સુખી. ફુવ=જેમ.