________________
કાવ્ય-કોશ-પ્રકરણ ગ્રંથો-૪૫ આગમો નિર્યુક્તિ-ચુણિ-વૃત્તિ-ભાસ્યટીકા-ન્યાસનો અભ્યાસ કર્યો હતો. વિશિષ્ટ ક્ષયોપશમના કારણે પૂ.આ.ભ. મુનિ ભગવંતો-શ્રાવકો શાસ્ત્રપાઠો પૂછતા ત્યારે તુરત શાસ્ત્રપાઠો - ગ્રંથોમાંથી શોધી આપતા હતા... જાણે ૪૫ આગમો કંઠસ્થ ન હોય... તેટલા અને તેવો ક્ષયોપશમ હતો.
સંવત ૨૦૧૧માં માગસર સુદ પાંચમ (૫)ના રોજ સિદ્ધગિરિની શીતલછાયામાં પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પોતાના શિષ્ય તથા પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યા હતા. અદ્વિતીય વૈયાવચ્ચ કરીને ૨૦૧૭માં ઉપાધ્યાય જયંતવિજય મ.સા. તથા પંન્યાસ વિક્રમવિજય મ.સા. ગુરૂદેવને પરમ સમાધિમય બનાવ્યા હતા. એક મહિના સુધી ૨૪ ક્લાક નવકાર મહામંત્ર સંભળાવીને પરમ સમાધિ પ્રાપ્ત કરાવી હતી.
સંવત ૨૦૧૨માં વૈશાખ સુદ-૬ના રોજ સંગમનેરમાં (મહારાષ્ટ્ર) પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ભુવનતિલકસૂરિ મ.સા. ઉપાધ્યાય જયંતવિજય મ.સા.ને તથા પંન્યાસ વિક્રમવિજય મ.સા.ને આચાર્યપદથી અલંકૃત કર્યા. ઉપાધ્યાય જયંતવિજય મ.સા., આચાર્ય જયંતસૂરિ મ.સા.થી તેમજ પંન્યાસ વિક્રમવિજય મ.સા. આચાર્ય વિક્રમસૂરિ મ.સા.ના નામથી ખ્યાતિ પામ્યા. પૂજ્યશ્રીએ સૂરિમંત્રની પાંચે પિઠિકાની આરાધના કરી છે.
સંવત ૨૦૨૮ વૈશાખ સુદ-૬ના રોજ સમેતશિખરજી તીર્થમાં સકલસંઘ સમક્ષ પૂ.આ.ભ. જયંતસૂરિ મ.સાહેબે, પૂ.આ.ભ. વિક્રમસૂરિ મ.સા.ને તીર્થપ્રભાવક પદથી અલંકૃત કર્યા હતા. પૂજ્યશ્રીના શાસન પ્રભાવક કાર્યોની તેમજ છ'રી પાલિત સંઘયાત્રાના કાર્યો જૈન શાસનના ઈતિહાસમાં ચિરસ્મરણીય સ્થાન પામ્યા છે જેની આછેરી ઝાંખી કરાવતી માહિતી જણાવેલ છે.
Jain Education International
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org