________________
વ્યક્તિ સર્વત્ર વિનાશને પામે છે એમ સમજીને વ્યવહાર અને ધર્મ કાર્યોમાં વિવેક સાચવવો અનિવાર્ય છે. સજ્જન માણસો વિવેકપૂર્ણ વ્યવહાર કરીને જીવનમાં શાંતિનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે.
સુખ વિશે વિવિધ પ્રકારની માન્યતા પ્રવર્તે છે. ધર્મની દૃષ્ટિએ શાશ્વત સુખ એજ સનાતન સત્ય અને પુરૂષાર્થથી પ્રાપ્ત કરવા લાયક છે. ભૌતિક સુખના પુરૂષાર્થથી શાશ્વત સુખ હજારો-લાખો યોજન દૂર રહે છે.
વધાવા કાવ્યો વધામણી-ખુશખબરના અર્થના છે. તેમાં તીર્થકર ભગવાનના કલ્યાણકના પ્રસંગોનું ભક્તિભાવપૂર્વક વર્ણન થયું છે. ભક્તિમાર્ગની આ રચના આસ્વાદ્ય છે.
અસ્તુ...
તા. ૨૫-૭-૨૦૧૨
ડૉ. કવિન શાહ
બીલીમોરા
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org