________________
ભગવંતે માર્ગાનુસારીના ૩૫ બોલનો ઉપદેશ આપ્યો છે તેનું પાલન અને શુભ કર્મની પ્રવૃત્તિથી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. કર્મસત્તાનો પ્રભાવ વિચારીને “અહો અહો સાધુજી સમતા દરિયા સમતા ધર્મનું મન, વચન અને કાયાથી પાલન એજ સાચી શાંતિ છે.
જૈન સાહિત્યના ગ્રંથોને સમજવા માટે પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં ટબો અને બાલાવબોધની મોટી સંખ્યામાં ગ્રંથો-હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે તેના નમૂનારૂપે નવકાર અને જીવવિચારની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. આ પ્રવૃત્તિ જ્ઞાનના ક્ષયોપશમ ઉપર આધારભૂત છે. તાત્ત્વિક ગ્રંથો આત્મસાત્ કરવા માટે આ પ્રકારની શૈલી ઉપયોગી નીવડે છે.
વિજ્ઞપ્તિ પત્રની રચનારીતિ કાદંબરી શૈલીનું અનુસંધાન કરે છે. મધ્યકાલીન સમયમાં આવા પત્રો લખાયા હતા. તેમાં સીમંધર સ્વામી, આદીશ્વર, મહાવીર સ્વામી આદિને ભક્તોએ વિજ્ઞપ્તિ પત્ર લખીને ભક્તિની સાથે આત્માનો ભક્તનો ઉદ્ધાર કરવા માટેના ભાવવાહી પંક્તિઓ દ્વારા વિનંતી કરી છે.
પૂ. સાધુ મહાત્માઓને ચોમાસાની વિનંતી, જિનશાસનની પ્રભાવનાના કાર્યો માટે વિનંતી કરતા પત્રો પણ લખાયા છે. આ પત્ર અંચલગચ્છની ધર્મસૂરીશ્વરજીને ચોમાસાની વિનંતીરૂપે લખાયા છે. વિનંતી કરતાં તો પત્રની શૈલી અને આ ધર્મસૂરીશ્વરજીનો પરિચય એજ પત્રનું નવલું નજરાણું છે. હસ્તપ્રતને આધારે પૂ. સુયશચંદ્રવિજયજી મ.સા.ના સહયોગ અને પ્રેરણાથી આ પત્રનો પરિચય છાપવામાં આવ્યો છે.
વિવેકબત્રીશી એ સંખ્યામૂલક કાવ્યરચના છે. તેમાં “વિવેક'ના ગુણનું મહત્ત્વ દર્શાવતા વિચારોનો સમાવેશ થયો છે. વિવેકભ્રષ્ટ
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org