________________
પ.પૂ.આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજીએ “નવરસમય નવકાર નામની પુસ્તિકા પ્રગટ કરી છે તેમાં નવકારના નવપદનું અર્થઘટન સાહિત્યમાં નવરસ સમાન દર્શાવ્યું છે. નવકાર એ ચૌદ પૂર્વનો સાર છે એટલે તેનું રસના સંદર્ભમાં અવનવી આધ્યાત્મિક કલ્પનાઓ કરીને નવકારનું રસમય નિરૂપણ કરીને તેનો મહિમા ગાવામાં આવ્યો છે. તેને આધારે “નવકારમાં નવરસ' લેખનું સંકલન કરીને પ્રગટ કર્યો છે.
ઋતુ કાવ્ય તરીકે બારમાસ-માસા કાવ્યપ્રકાર જૈન-જૈનેતર સાહિત્યમાં પ્રચલિત છે. વર્ષના બારમાસાના સંદર્ભમાં નાયિકાની વિરહની વેદનાને વાચા આપવામાં આવી છે. કરૂણારસ અને નેમરાજુલ પદાવલીઓની સાથે વિશિષ્ટ કલ્પનાના સમન્વયથી આ કાવ્યપ્રકારમાં કવિ પ્રતિભાની સાથે કાવ્યગત લક્ષણો ચરિતાર્થ થયાં છે. તેમાં પ્રકૃતિની પશ્ચાદ્ભુમિકા કાવ્યને ચારચાંદ લગાવી સૌંદર્ય વૃદ્ધિ કરે છે. પાર્શ્વનાથ, નેમનાથ અને સ્થૂલિભદ્રના જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને આ પ્રકારનાં કાવ્યો રચાયાં છે તેમાં પાર્શ્વનાથ બારમાસા અને તેમનાથ બારમાસાની કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારનાં કાવ્યો કવિતાની કસોટીએ મૂલ્યાંકન કરતાં સર્વોત્તમ ગણાય છે.
તાડપત્રીય હસ્તપ્રતને આધારે “ઉપદેશમાળાદિ શીર્ષકથી ઉપદેશાત્મક વિચારોની માહિતી આપવામાં આવી છે. નમૂનારૂપે તાડપત્રીય હસ્તપ્રત પ્રગટ કરવામાં આવી છે.
અર્વાચીન કાળમાં પ.પૂ.રત્નયશવિજયજીએ પૂજા સાહિત્યમાં નૂતન વિષયો સ્વીકારીને રચના કરી છે. એમનું પૂજા સાહિત્યનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. પૂ.શ્રીની પૂજા પ્રકારની ૬
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org