________________
પદ્ધતિ આ કાવ્યમાં નિહાળી શકાય છે. ભક્તિ અને આનંદ ઉત્સાહના પ્રતીક સમાન કાવ્ય છે.
સ્થૂલિભદ્ર “નવરસો' કાવ્યમાં રસ અને ભાવપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા સ્થૂલિભદ્ર અને કોશાના ચિત્તના વિચારોને વ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યપ્રકારમાં રસ કેન્દ્રસ્થાને હોવાથી હૃદયસ્પર્શી રચના તરીકે કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. કવિની કલ્પનાશક્તિ અને પ્રસંગોચિત રસનિરૂપણ આકર્ષક છે. આ પ્રકારની ત્રણ કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે.
નેમનાથ “નવરસો” નેમ રાજુલના વિખ્યાત જીવનના પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચના થઈ છે. તેમાં રાજુલના વિરહની અભિવ્યક્તિ રસિક વાણીમાં થઈ છે. આ કાવ્ય પ્રકાર પણ સૌ કોઈને આસ્વાદ્ય બને તેમ છે. કારણ કે શૃંગાર અને કરૂણ આબાલ ગોપાલને પ્રભાવિત કરે છે. આ પ્રકારની ત્રણ કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે.
સાહિત્યનાં વિશિષ્ટ લક્ષણોમાં “રસનું મહત્ત્વ વિશેષ છે. કાવ્યરચનામાં “રસ” નિરૂપણ આકર્ષક અને હૃદયસ્પર્શી બને છે. જૈન ધર્મની દૃષ્ટિએ “રસની માહિતી દિગંબર મતના ‘સમયસાર' ગ્રંથને આધારે પ્રગટ કરવામાં આવી છે. સાહિત્યમાં રસનિરૂપણ કરતાં રસનું આધ્યાત્મિક અર્થઘટન આત્માને સ્વ-સ્વરૂપમાં લીન થવા ઉપકારક છે.
જગડૂશાનો “કડવો’ એ વીરપ્રશસ્તિ કાવ્ય છે. જૈન સાહિત્યમાં વિરતાનો અર્થ દયાવીર, દાનવીર, ધર્મવીર, યુદ્ધવીરનો છે તે પૈકી જગડૂશાનું જીવનચરિત્ર એ “દાનવીરતાના સંદર્ભમાં છે. “કડવો” એ વીરતાને બિરદાવતી કાવ્યરચના છે. યુદ્ધમાં શૂરાતન ચઢાવવા માટે કડવા ગવાય છે તે ઉપરથી દાનવીરતાના સંદર્ભમાં આ રચના છે.
૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org