________________
જ્ઞાનતીર્થની યાત્રા પુસ્તક અંગે.
જ્ઞાનતીર્થની યાત્રા” પુસ્તકના પ્રથમ લેખ તરીકે જૈન સાહિત્યનો પ્રાથમિક પરિચય આપવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્ય તરીકે આગમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જૂની ગુજરાતી અને ગુજરાતી ભાષાનું સાહિત્ય અને અર્વાચીન જૈન સાહિત્ય વિશેના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ લેખને આધારે જૈન સાહિત્યનો પરિચય-ભૂમિકારૂપે છે. શ્રુતજ્ઞાનનો વિસ્તાર-પરંપરા એ અઅલિતપણે વિવિધ પ્રકારના સાહિત્યનો વિકાસ થયો છે અને તેના દ્વારા શ્રુતજ્ઞાનના વારસાનું સર્વ સાધારણ જનતાને આચમન કરવા માટે પ્રેરક બને છે. આ વિષય અંગે ઘણી માહિતી આ પુસ્તકમાં છે તેમજ લેખોમાં કેટલીક વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે પુસ્તકોની સૂચી આપવામાં આવી છે. જ્ઞાનસાગર કહીએ તો આ શ્રુતસાગરની સફર આત્મશુદ્ધિ અને વૃદ્ધિનું દ્યોતક છે. પુસ્તકના વિવિધ લેખોનો ટૂંકો પરિચય
જૈન સાહિત્યમાં વિવિધ કાવ્ય પ્રકારોની કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં “જકડી' (જખડી) કાવ્યપ્રકાર અરબી-ફારસી ભાષાના પ્રભાવથી રચાયો છે. શ્રી રતલામ જૈન જ્ઞાન ભંડાર તરફથી “જખડીના ૪ કાવ્યો મળ્યાં છે તે હસ્તપ્રતને આધારે પ્રગટ કરવામાં આવ્યાં છે. કાવ્યની સાથે તેનો સંક્ષિપ્ત સાર પણ આપવામાં આવ્યો છે. શ્રુતજ્ઞાન સંશોધક-સંરક્ષક અંચલગચ્છીય પ.પૂ. સર્વોદયસાગરજી મ.સા.ની કૃપાથી ઉપરોક્ત કાવ્ય પ્રકારની માહિતી મળી છે તેને આધારે જખડી' કાવ્ય પ્રગટ કરવામાં આવ્યાં છે. મૂળ અરબી-ફારસીમાં અલ્લાહની ભક્તિ નિમિત્તે “સૂફી' મતવાદી સંતોએ તેનો પ્રયોગ કર્યો હતો. જૈન સાહિત્યનાં જખડી કાવ્યોમાં મોક્ષ પ્રાપ્તિના રાજમાર્ગના
૧૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org