________________
કૃતિઓની સમીક્ષાત્મક નોંધ આ લેખમાં પ્રગટ કરવામાં આવી છે. આ લેખ જ્ઞાન અને ભક્તિના સમન્વયથી સમૃદ્ધ છે.
ચૂનડી (ચૂંદડી) લગ્નપ્રસંગે કન્યાને ચૂંદડી ઓઢાડવાનો રિવાજ છે. કન્યા સાસરે જાય છે અને લગ્નજીવન શરૂ થાય છે. જૈન સાહિત્યમાં ચૂનડીનો સંદર્ભ ચારિત્ર-દીક્ષા સાથે છે. કવિ મેઘવિજય અને માણેકમુનિની ચારિત્ર ચૂંદડીની રચના સંયમનો મહિમા દર્શાવીને સ્ત્રી-પુરૂષ બંને મોક્ષનગરના સાસરે જઈને શાશ્વત સુખમાં વિલસે છે. આ પ્રકારની કૃતિઓ સંશોધનથી પ્રાપ્ત થઈ છે.
મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિ માર્ગની રચનાઓ વિવિધ પ્રકારની છે. તેમાં આ.બુદ્ધિસાગરસૂરિની “ગરબી પ્રકારની પાંચ રચના પ્રાપ્ત થાય છે. જો કે તેનાં ગરબીનાં લક્ષણોનું પ્રમાણ થોડું છે પણ ભક્તિન માર્ગની વિચારધારાનું અનુસરણ થયું છે. પતિવ્રતા
સ્ત્રી અને પતિનાં લક્ષણોની ગરબી આદર્શ પતિ-પત્નીનો સંદર્ભ દર્શાવે છે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારોનાં અલ્પ પરિચિત એવી આવી કૃતિઓ વાચક વર્ગને જાણવા અને રસાસ્વાદમાં ઉપયોગી નીવડે તેમ છે.
સાક્ષરરત્ન લેખ ચરિત્રાત્મક છે. વિનયસાગર મહામહોપાધ્યાયના જીવનની શ્રુતસાધનાનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રાવક વર્ગમાં પણ આવા સાક્ષરો વિદ્યમાન છે એમની શ્રુતસાધના અને સંશોધન પ્રવૃત્તિ વર્તમાન અને ભવિષ્યના શ્રુતસાધકોને માટે પ્રોત્સાહનરૂપ છે.
વૈદ્યરાજ અને યમરાજના કાર્યથી જીવનનું શ્રેય થવાનું નથી. સાચા વૈદ્યરાજ તો દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા છે કે જે ભવભ્રમણાનો અનાદિનો રોગ લાગુ પડ્યો છે તેનો જડમૂળથી નાશ કરે છે. એટલે સાચા વૈદ્યરાજને ઓળખીને જીવન નૈયા ચલાવવી જરૂરી છે.
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org