________________
તાત્ત્વિક વિચારોનો સમાવેશ થયો છે. એક નવો જ કાવ્યપ્રકાર જૈન સાહિત્યની સમૃદ્ધિનું પ્રતીક છે.
જૈન ગૂર્જર રચનાએ પુસ્તકમાં પ્રાચીન કાવ્યોનો સંચય થયો છે. તેમાં “ધૂવઉ' કાવ્યની એક કૃતિ પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ અમર છે. શાશ્વત છે એ અર્થમાં આ કાવ્ય રચાયું છે. ગુરુ મહિમા શાશ્વત છે. જિનચંદ્રસૂરિ કાવ્યમાં આચાર્યનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત થાય છે. .
અષ્ટમંગલ' કાવ્યમાં અષ્ટ પ્રતીકોનો અર્થ આપેલ છે. અને ભગવાનના દીક્ષાકલ્યાણકમાં અષ્ટમંગલ પ્રભુની આગળ સ્થાન ધરાવે છે. શાંતિ સ્નાત્રમાં અષ્ટમંગલની પૂજા થાય છે અને જિન મંદિરમાં પણ પ્રભુની આગળ અષ્ટમંગલની પાટલી હોય છે. “મંગલ' એટલે કલ્યાણકારી અષ્ટમંગલની વિવિધ પ્રકારની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
ચંદ્રાયણિ' કાવ્યપ્રકાર અલ્પ પરિચિત હોવાની સાથે પ્રાચીન છે. ચંદ્રની કળાની સુદમાં વૃદ્ધિ અને વદમાં કળા ઘટે છે. તેવી રીતે સ્થૂલિભદ્ર અને કોશાની ૧૨ વર્ષના ભોગવિલાસનું વર્ણન એ ચંદ્રકળાની વૃદ્ધિ સમાન શૃંગાર રસથી ભરપૂર છે. જ્યારે ચંદ્રની કળા ઘટતી જાય છે ત્યારે કોશાના વિરહની અવસ્થાનું નિરૂપણ થયું છે એટલે આ કાવ્ય શૃંગાર અને વિરહ રસની રસિકતાથી આસ્વાદ્ય બને છે. કાવ્યની દૃષ્ટિએ કવિ પ્રતિભા કલ્પનાશક્તિની અને મંજુલ પદાવલીઓ ભાવવાહી છે.
ચોક કાવ્ય એકપ્રકારની ગાવાની પદ્ધતિ છે. શૈલી તરીકે પ્રસિદ્ધ છે. નેમ રાજુલની જુગલ જોડાના ગુણગાન ગાવાની રચના “નેમજીનો ચોક' કહેવાય છે. આ પ્રકારની કાવ્યકૃતિ માત્ર નેમજીના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. શેરીની ખુલ્લી જગામાં સમૂહમાં ગાવાની
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org