Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : પ્રમાણમાં થઈ રહ્યું છે. આ પણ એક આનંદનો વિષય છે.
એક મહત્ત્વની વાત... જ્યારે તેઓશ્રી ખૂબ લઘુપર્યાયવાળા હતા, જે વખતે તેઓને સ્વસમુદાયના સાધુવર્ગ સિવાય ખાસ કોઈ જાણતું ન હતું તેવા સમયે “પુત્રના લક્ષણ પારણે” એ ન્યાયે મારા ભવોદધિતારક પૂજ્યપાદ પંન્યાસપ્રવર ગુરૂદેવશ્રી ચન્દ્રશેખરવિજય મ.સાહેબે તેઓશ્રી માટે આગાહી કરેલી કે “તેઓ બીજા મીની મહોપાધ્યાય યશોવિજયજી બનશે.” અને ખરેખર તેઓ “મીની યશોવિજય મહારાજ તરીકે ઉભરી આવેલાં સ્વરૂપે દેખાઈ રહ્યા છે.. આશા રાખીએ કે તેઓશ્રી પોતાની સર્જનયાત્રા ચાલુ રાખે અને બીજા મહોપાધ્યાય યશોવિજય મહારાજ બને.
મારા જેવા અલ્પમતિને આ ગ્રન્થરત્નની પ્રસ્તાવના લખવાની તક મળવા દ્વારા આ ગ્રન્થનો યત્કિંચિત સ્વાધ્યાય થયો તેનો મને ખૂબ આનંદ છે.
પ્રાંતે, સૌ ભવ્યાત્માઓ આ ગ્રન્થના અભ્યાસ દ્વારા કુતર્કના વળગાડથી નિવૃત્તિ પામીને સ્થિરાદિ સદ્યોગદષ્ટિને પ્રાપ્ત કરવા પૂર્વક યોગમાયાભ્યથી સર્વક્લેશ ક્ષય રૂપ મોક્ષને પ્રાપ્ત કરનારા થાય એ જ અંતરના ય અંતરની અભિલાષા.
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્
અષાઢ સુદ-૧,૨૦૦૩ વરતેજ, જિ., ભાવનગર
પૂજ્યપાદ પંન્યાસપ્રવર ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજય મ.સા.નો શિષ્યાણ
રત્નવલ્લભવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org