Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
32
• પ્રસ્તાવના .
द्वात्रिंशिका
કઠિનતા ન લાગે તે માટે સરળ ગુજરાતી ભાષામાં, સારાંશસભર, સ્પષ્ટ એવા ગાથાર્થ, ટીકાર્થ અને વિશેષાર્થનું જે સંયોજન કરેલું છે એવા ગ્રન્થની રચના કરનાર અને પૂર્વે કહ્યું તેમ જેઓ પહેલાં અનેક ન્યાય-આગમાદિ વિષયના અદ્ભુત ગ્રન્થો રચી ચૂક્યા છે એવા બહુશ્રુત મુનિવર્ય શ્રી યશોવિજય મહારાજનો પણ જૈન સંઘ પરત્વે થઈ રહેલ ઉપકાર શબ્દાતીત છે.. તેઓશ્રીની કૃતિને ન્યાય આપવા મારી પાસે ખરેખર શબ્દો નથી. છતાંય પ્રસ્તાવના લખવાની જવાબદારી સોંપાઈ છે ત્યારે ‘જેવું છે તેવું' લખવાનો આ યત્કિંચિત્ પ્રયાસ કર્યો છે.
ચાતુર્માસમાં શ્રીસંઘને આરાધના કરાવવાની અને શેષકાળમાં ય કાર્યવિશેષની જવાબદારી તથા અનેક શિષ્યોના સંયમાદિના યોગક્ષેમની જવાબદારી વહન કરવાપૂર્વક તેઓશ્રી આવા ભગીરથ કાર્યો કરી રહ્યા છે. એ જ તેઓશ્રીની વિશિષ્ટ પ્રતિભા, પ્રકૃષ્ટ મેધાવિતા, અંતર્મુખતા પ્રધાન શ્રુતોપાસના, શ્રુતરક્ષા, બહુશ્રુતતા, પ્રવનચરાગ આદિ ગુણોનું ઘોતક છે. તેઓશ્રીએ તાજેતરમાં ‘વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા' પુસ્તિકા પ્રકાશિત કરવા દ્વારા, વિજળીને અચિત્ત (નિર્જીવ) પુરવાર કરવા માંગતા કેટલાંકો વડે જૈનસંઘને-મુખ્યત્વે શ્રમણસંસ્થાને થનાર અનહદ નુકસાનથી અટકાવવામાં નિમિત્ત બનીને અદ્ભુત શાસનસેવા કરી છે.
તેઓશ્રીના ભક્તિયોગના સંવેદનની સરગમ, સંવેદનની ઝલક જેવા ગુજરાતી ગ્રંથો ભાવુકોમાં તથા ‘સંયમીના કાનમાં’, ‘સંયમીના દિલમાં’ ‘સંયમીના રોમરોમમાં’ જેવા ગુજરાતી પુસ્તકો સંયમધરોમાં ખૂબ જ ગ્રાહ્ય બનેલાં છે. તેઓશ્રીના જીવનમાં જ્ઞાનોપાસનાની સાથે તેને ઉપબૃહિત કરનાર તપશ્ચર્યાનો પણ સુભગ સુમેળ છે એ એક નેત્રદીપકસમાન વાત છે. સંયમના તેઓ ખૂબ ખપી છે. નમ્રતા, સરળતા, નિઃસ્પૃહતા આદિ ગુણો તેઓમાં શ્રુતોપાસનાના પરિણમનના ઘોતક છે. આવા ગુણોથી તેઓશ્રી અનેકોમાં શ્રુતજ્ઞાનાદિનો વિનિયોગ કરી રહ્યા છે અને જૈન સંઘમાં, વિશેષતઃ વિદ્વજનોમાં એક આદરણીય સ્થાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેઓને તો ધન્ય છે, પણ ધન્ય છે તેઓને ઘડનારા ગુરુવર્યોને પણ. ખરેખર સિદ્ધાન્ત મહોદધિ સંયમમૂર્તિ સ્વર્ગીય આચાર્યદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર વિનેય વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબ, સિદ્ધાંતદિવાકર વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી જયઘોષસૂરિશ્વરજી મ. સાહેબ અને શાસનપ્રભાવક પંન્યાસપ્રવર વિશ્વકલ્યાણવિજયજી મ. આદિ ગુરુવર્યોની અસીમ કૃપા તેઓને પ્રાપ્ત થઈ છે. તેઓ ખરેખર સમુદાયની શોભા છે, શાસનનું રત્ન છે.
૩૦૦ વર્ષ પૂર્વે થયેલ મહોપાધ્યાય યશોવિજય મહારાજના ગ્રન્થો તેઓશ્રીની હયાતી કરતાં ઉત્તર કાળમાં કદાચ વધુ આદરણીય અને ગ્રાહ્ય બનેલાં છે. અહીં પણ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં. સંસારત્યાગી વર્ગમાંય સ્વાધ્યાયનું પ્રમાણ ઘટવા પામ્યું છે ત્યારે પેલી પંક્તિ યાદ આવે છે- “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે’... ચતુર્વિધ જૈન સંઘ અને તેમાં ય જ્ઞાનયોગના સ્વીકાર રૂપ ચરિત્રનું પાલન કરનાર શ્રમણ-શ્રમણી વર્ગ તો વિશેષ કરીને તેઓના ગ્રન્થોનો અભ્યાસ કરવા દ્વારા તેઓશ્રીએ અનેક વર્ષોથી લીધેલ આ અથાક પરિશ્રમની સાચી અનુમોદના કરે તે ખૂબ ઇચ્છનીય છે. મુનીશ્રી યશોવિજયજી મહારાજે રચેલ કલ્યાણકંદલીટીકા-ગુજરાતીવિવરણથી સુશોભિત ષોડશકપ્રકરણ આદિ પ્રાચીન ગ્રન્થોનું વર્તમાન કાળે પણ પઠન-પાઠન શ્રમણ-શ્રમણીવર્ગમાં ઠીક-ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org