Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
- 31
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : પંચદશાંગ યોગનું પણ પ્રતિપાદન નયલતામાં વિવિધગ્રન્થસંદર્ભપૂર્વક જોવા મળે છે. તેમાંય વિવક્ષાભેદથી ભિન્નસંખ્યાવાળા ભેદો સંભવે છે.... ઈત્યાદિ અનેક વિષયો અનેક સંદર્ભો નયેલતા વ્યાખ્યામાં એકી સાથે પ્રાપ્ત થવાથી તુલનાત્મક અભ્યાસ પણ થઈ શકે છે.
મારો સ્પષ્ટ અનુભવ છે કે તેઓશ્રીની ટીકા વાંચતા જાણે વિષયાંતર થયા વિના અનેક ગ્રન્થોનો એકીસાથે રસાસ્વાદ માણતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. ના, અહીં અતિશયોક્તિને જરાય અવકાશ નથી. આવું સર્જન જ આ મહાત્માની પ્રચંડ મેઘાવિતા-બહુશ્રુતતા-પ્રવચનરાગાદિ વિશિષ્ટગુણોનું ઘોતક છે. • “નયલતા’ વૃત્તિકારશ્રીની બીજી એક આનંદદાયક અને સુખેથી બોધ કરાવનારી વિશ્વસનીય પદ્ધતિ
એ છે કે જ્યાં જ્યાં પણ ગ્રન્થકારે સ્વદર્શનના કે અન્ય દર્શનના સૂત્રશ્લિોક આપેલાં છે તે ઠેકાણે તેઓશ્રીએ મૂળ સંદર્ભ પાઠોની ટીકાઓના જ શબ્દો રજૂ કરી દીધાં છે. દા.ત. યોગદષ્ટિના શ્લોકોમાં આ હરિભદ્રસૂરિજીની સ્વોપજ્ઞ ટીકા, પાતંજલ યોગસૂત્રમાં વ્યાસમુનિરચિત ભાષ્ય, ભોજકૃત રાજમાર્તણ્ડ ટીકા, વિજ્ઞાનભિક્ષુરચિત યોગવાર્તિકવૃત્તિ, નાગોજીભટ્ટવૃત્તિ, મણિપ્રભાવૃત્તિ વાચસ્પતિમિશ્રકૃત તત્ત્વવૈશારદી વૃત્તિ આદિ અનેક ટીકાઓને રજૂ કરી દીધી છે. આથી તુલનાત્મક અભ્યાસીને બીજે કયાંય જોવા જવાની જરૂર રહેતી નથી.
વારંવાર એક જ વિષયના અનેક સંદર્ભો વાંચવાથી શું? એવી શંકા વ્યાપક તુલનાત્મક અભ્યાસ કરનારને ન જ થાય. વારંવાર એક વિષયના જુદા-જુદા ગ્રન્થોના સંદર્ભોના વાંચનથી ભણતી વખતે જ અધ્યેતાને અભ્યાસ = વારંવાર પાઠ થઈ જવાથી તેના સંસ્કારો સારા એવા દઢ થાય છે. ૨૪મી બત્રીસીના ૨૭મા શ્લોકની “નયેલતા'માં (પૃ.૧૬૮૮) સ્વયં વૃત્તિકાર મુનિવરે આવી પુનરુક્તિને દોષ રૂપ ન ગણવા જણાવ્યું છે. આ માટે તેઓએ યજુર્વેદના ઉધ્વટભાષ્યનો સંદર્ભ આપેલો છેसंस्कारोज्ज्वलनार्थं हितञ्च पथ्यञ्च पुनःपुनरुपदिश्यमानं न दोषाय भवति । (य.वे.उ.भा.१/२१)
સંસ્કારોને દઢ-જ્વલંત બનાવવા વારંવાર અપાતો ઉપદેશ હિતકર છે. મંદગતિ માટે તો વિશેષ.
સ્વયં વિશિષ્ટ ન્યાયવેત્તા હોવા છતાં ય નલતા ટીકામાં પ્રાયઃ નવ્યન્યાયની શૈલી અપનાવી નથી. ક્યાંય એની છાંટ આવી જાય એ જુદી વાત. બાકી તેઓશ્રીએ અધિક્તમ સરળ અને વિશદ બોધ થાય એવી રચના કરેલી છે.
અહીં અંતે એટલું જ કહીશ સાકરની મીઠાશ માત્ર વર્ણવવાથી ખબર ન પડે. ચાખવાથી જ એનો સાચો ખ્યાલ આવે. વર્ણન તો યથાશક્તિ કર્યું. હવે ચાખવાનું કાર્ય ભણનારાઓએ જ કરવું રહ્યું.
ઉપસંહાર :- ઉપર ઘણું બધું આ ગ્રન્થ વિષે અને એ દ્વારા ગ્રન્થકાર વિષે કહેવાઈ ગયું છે. ગ્રન્થનો મહિમા જણાવતાં વસ્તુતઃ પ્રકારની જ પ્રતિભાના દર્શન થાય છે. કહ્યું છે કે – કૃતિઃ (તું.) પ્રતિમાં થતિ | આ ગ્રન્થના મૂળભૂત રચયિતા મહામહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજનો અને તેઓશ્રીના ગ્રન્થોમાં મુખ્યત્વે જેઓના પદાર્થોની છાંટ દેખાય છે તે યોગદષ્ટિસમુચ્ચય આદિ ગ્રન્થોના રચયિતા સૂરિપુરંદર હરિભદ્રસૂરિજીનો જૈનસંઘ ઉપર ઉપકાર તો અત્યંત વર્ણનાતીત છે જ. કિંતુ વર્તમાનમાં આવા કઠણ વિષયો ઉપર સુંદર, પ્રૌઢ છતાં સરળ, સમતુલિત રીતે વિવેચનવાળી, અને પ્રચુર સંદર્ભપાઠ રૂપ વિશેષતાવાળી જે “નયલતા’ ટીકાનું સર્જન કર્યું છે અને તેમાં ય અભ્યાસીઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org